અફવાઓ થી બચવું અને સાવધાન રહેવું : ધાનેરા શહેરી જનો માટે રાહત ના સમાચાર રાજસ્થાન રાજ્ય નો જેતપુર ડેમમાં નથી પાણી

બનાસકાંઠા
બનાસકાંઠા

અફવાઓ થી બચવું અને સાવધાન રહેવું: વરસાદી માહોલ ને લઈ ધાનેરા તાલુકાની પ્રજા પણ ચિંતામા મુકાઈ ગઈ છે. જો કે નદી મા પાણી આવશે કે નહીં તેને લઈ  રાજસ્થાન રાજ્યમા આવેલ જેતપુરા ડેમની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિ વિશે રૂબરૂ મુલાકાત લીધી હતી.

જેમાં રાહત નાં સમાચાર એ છે જે જેતપુરાં ડેમમા પાણી આવ્યું નથી. ડેમ ખાલી ખમ જોવા મળ્યો છે. ધાનેરા તાલુકામાં વર્ષ 2015 અને વર્ષ 2017 માં ભયંકર પુર આવવાના કારણે આર્થિક રીતે ધાનેરા તાલુકા ને ભારે નુકશાન થયેલ છે. જેને લઇ જ્યારે પણ વરસાદ અને પાણીનાં સમાચાર આવે એટલે ધાનેરા તાલુકા ની પ્રજા ના જીવ અધર થઈ જાય છે. અને અફવાવો જોર પકડે છે.  ધાનેરા માંથી પસાર થતી રેલ નદી પાડોશી રાજસ્થાન રાજ્ય માથી આવે છે. જે રેલ નદી પર જેતપુરા ગામ ખાતે ડેમ બાંધેલો છે. જે ડેમ બિલ કુલ ખાલી છે. રૂબરૂ મુલાકાત લઈ ડેમમા પાણીને લઈ સાચી હકીકતો મેળવી હતી. એ જોતા આજનાં દિવસે પણ ડેમમા પાણી નથી. અફવા ઓ ને લઈ ધાનેરા શહેરના નાગરિકો પણ ડેમ જોવા માટે આવી રહ્યા છે. ધાનેરા કોંગ્રેસ  શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂત પણ ડેમ ની વાસ્તવિક માહિતી માટે ડેમ પર પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર સ્થાનિક શહેર ની જનતા વારંવાર પાણી આવશે કે કેમ તેને લઈ ચિંતામા છે જે મામલે આજે જેતપુરા ડેમ મા પાણી છે કે નહિ તેની તપાસ માટે આવ્યા હતા.

જિલ્લા કલેકટર ની અપીલ હતી કે નદી કાંઠા થી દુર રહેવું જેને લઈ ધાનેરા ની નગરપાલિકા  દ્વારા લોકો ને અપીલ કરાઈ હતી કે રેલ નદી થી દૂર રહેવું તો બીજી તરફ ધાનેરા માં આવતું નદી નું પાણી કે જે જેતપુરાં ડેમ ભરાય અને તેના દરવાજા ખૂલે ત્યાર બાદ પાણી આવે તેમ છે. જો કે ડેમમા પાણી છે નહિ જેથી ભય વિના સાવધાન રહેવું જરૂરી છે. ઉપર વાસમા વધુ વરસાદ થાય તો ધાનેરા રેલ નદી મા પાણી આવી શકે છે. ધાનેરા ના સ્થાનિક આગેવાનો પણ ડેમનું પાણી જોવા માટે આવી રહ્યા છે. જો કે ડેમ ખાલી નજરે પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.