ડીસા-જુનાડીસા વચ્ચે સ્વીફ્ટ કારે બાઇકને ટક્કર મારતા માતા -પુત્રને ઇજા

બનાસકાંઠા
બનાસકાંઠા

કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ: ડીસા -જુનાડીસા વચ્ચે સતરા શહીદ દરગાહ પાસે એક સ્વિફ્ટ કારે બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર માતા પુત્રને ગંભીર ઇજાઓ થતા ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની વિગત એવી છે કે, ડીસાની હિમાલય સોસાયટીમાં રહેતા પ્રકાશ રાજુભાઈ ઠાકોર અને તેમની માતા મંજુબેન બાઈક પર ખરડોસણ ગામ તરફ જઈરહ્યા હતા. દરમિયાન ડીસા થી જુનાડીસા વચ્ચે સતરા શહીદની દરગાહ પાસે પાટણ તરફ જઈ રહેલી એક સ્વિફ્ટ કારે તેમના બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા. જેમાં પ્રકાશને માથાના ભાગે અને પગના ભાગે ઇજાઓ થઈ હતી. જ્યારે મંજુબેનને પણ પગ અને હાથ પર ઇજા થતા ફેક્ચર થવા પામ્યા હતા.

આ બનાવથી આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને બંનેને સારવાર માટે તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.