વડગામ તાલુકાના કોટડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાથી માહિતગાર કરાયા
વડગામ તાલુકાના કોટડી મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રથના સ્વાગતમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને સંગઠનના અનુસૂચિત જાતિ મોર્ચાના જિલ્લા પ્રમુખ અશ્વિન સક્સેના, અગ્રણી પરથીભાઇ ગોળ, રાજેશ ડી પરમાર , દિપક પંડ્યા, મામલતદાર હરેશભાઈ અમીન સહીત મહાનુભવોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.કાર્યક્રમના પ્રારંભે પ્રાથમિક શાળાની બાળકીઓએ સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. બાદમાં મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભો અને સહાય કીટનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું.વહીવટીતંત્ર દ્વારા ગામમાં તમામ લોકોનો સર્વે કરીને તમામ ગરીબ કુટુંબીજનોને સરકારી યોજનાનો લાભ મળી રહે તે હેતુ થી ઘરે ઘરે સર્વે હાથ ધરી લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.યોજનાકીય લાભ મેળવનાર લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની થીમ અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ તથા સખી મંડળની બહેનો અને મહિલા અને બાળ વિભાગ આંગણવાડીના પૂર્ણા શક્તિ, માતૃશક્તિ, બાળભોગના લાભાર્થીઓએ મોદી સરકારનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને સંગઠનના અનુસૂચિત જાતિ મોર્ચાના જિલ્લા પ્રમુખ અશ્વિન સક્સેનાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનો વિકાસ કર્યો. તેમની દીર્ઘદ્રષ્ટિ અને મજબૂત નેતૃત્વમાં ગરીબલક્ષી યોજનાઓ ગરીબકલ્યાણ, પશુમેળા, આરોગ્યમેળા થકી સીધો લાભાર્થીના ખાતામાં લાભ આપ્યો. ગુજરાત ભારત નું વિકાશીલ મોડેલ છે એટલે નવ વર્ષ માં અનેક વિવિધ યોજનાઓ થકી વધુ વિકાસ થાય તેથી વિકસિત ભારત થકી 2047 સુધી દેશ આત્મ નિર્ભર બને તે માટે સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે જેનો લાભ લેવા ગ્રામજનોને અપીલ કરી હતી.રથ આગમન પ્રસંગે સંયોજક ચંપકલાલ બારોટ, અગ્રણીઓ સર્વ દિપક પંડ્યા, રાજેશપરમાર , ભીખારામ મહારાજ, બળદેવસિંહ ઝાલા, મનુભાઈ, કરશનભાઈ મોર , રામજીભાઈ ગીડોલ, ડોક્ટર મયંકભાઈ, વાલજીભાઈ મોર, દલપત સિંહ ઝાલા, ચેલાજી રાજપૂત,ગામ કોટડી સરપંચ ગોવિંદ ભાઈ ચૌધરી, સહિત આઇ.સી.ડી.એસ વિભાગના સરોજબેન ગોહિલ, આરોગ્ય વિભાગમાંથી સી.એચ.ઓ, આંગણવાડી બહેનો, આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, ગેસ એજન્સીના કર્મચારીઓ સહીત તમામ મોટીસંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.