ડીસામાં યુવકની હત્યાને લઇ બારોટ સમાજ લાલઘૂમ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી વચ્ચે ગુરુવારે સવારે ડીસા બનાસ નદીના પટમાંથી હત્યા કરાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવના પગલે તાલુકા પોલીસની ટિમ દોડી આવી હતી અને તપાસ હાથ ધરતા મૃતક ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષીય સુરેશ પ્રવીણભાઈ બારોટની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે ઘટનાના પગલે પરિવાર સહિત સમગ્ર બારોટ સમાજમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો હતો. ગઈકાલે શુક્રવારે રાજસ્થાન ,ગુજરાત સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બારોટ સમાજના આગેવાનો ડીસા દોડી આવ્યા હતા અને આગામી ૪૮ કલાકમાં આરોપીને ઝડપી પાડવાની માંગ કરી હતી.
ડીસા સિવિલ ખાતે બારોટ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ આગામી ૪૮ કલાકમાં આરોપીને ઝડપી પાડી ન્યાયની માંગણી કરી હતી. અન્યથા ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણઆપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.