ડીસામાં યુવકની હત્યાને લઇ બારોટ સમાજ લાલઘૂમ, આંદોલનની ચિમકી
કોરોના મહામારી વચ્ચે ગઇકાલે ડીસા બનાસ નદીના પટમાંથી યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે હવે બારોટ સમાજના લોકો મોટી સંખ્યામાં ડીસા સિવીલમાં એકઠા થઇ અને ન્યાયની માંગણી કરી જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. યુવકના શરીર ઉપર છરી જેવા ઘાતક હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાન જોવા મળ્યા હતા. જોકે ગઇકાલે ડીસા તાલુકા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આજે સવારના સમયે હત્યા કરાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ સુરેશભાઇ બારોટ હોવાનું સામે આવ્યુ હતુ. આ તરફ હવે બારોટ સમાજના લોકોએ જો 2 દિવસમાં હત્યારાઓ નહી ઝડપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ગઇકાલે મળેલી લાશ ઉપર છરી જેવા ઘાતક હથિયારોથી ઘા માર્યા હોવાથી પોલીસે હત્યા કોણે અને કયા કારણોસર કરી તે મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.