બનાસકાંઠાના વધુ કોરોના પોઝિટીવ ૨ સગર્ભા માતા દર્દીઓ સ્વસ્થ થતા નવજાત શિશુઓ સાથે ઘરે પરત
રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠામાં ૧૦૭ કેસ કોરોના પોઝીટીવ છે તેમાંથી કુલ ૮૫ દર્દીઓને બનાસ મેડિકલ કોલેજ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવેલ છે. ભણસાલી હોસ્પિટલ ડીસા ખાતે ૧૩ અને ધારપુર મેડિકલ કોલેજ ખાતે ૦૨ દર્દીઓને સારવાર આપવામાં આવેલ છે. જયારે ૭ દર્દીઓ ઘરે સારવાર હેઠળ છે. તા. ૩૦/૦૫/૨૦૨૦ના રોજ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામના ૧ સગર્ભા માતા અને તે જ તાલુકાના વેસા ગામના ૧ સગર્ભા માતા કોવિડ બીમારીમાંથી સ્વસ્થ થતા તેઓને નવજાત શિશુઓ સાથે રજા આપવામાં આવી છે. એ નોંધનીય છે કે બન્ને માતાઓને પ્રસૂતિ પણ અત્રેની કોવિડ હોસ્પિટલમાં જ કરાવવામાં આવી હતી. બન્નેને સામાન્ય પ્રસૂતિ થયેલ જેના માટે મેડિકલ કોલેજના પ્રસૂતિ વિભાગ દ્વારા કોવડ હોસ્પિટલમાં અલગ વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે. બન્ને નવજાત શિશુઓ પણ સ્વસ્થ છે.
અગાઉ તબક્કાવાર ૭૪ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવેલ છે. આજે ૦૨ દર્દીઓને રજા અપાતા રીફર કરેલ ૨ દર્દીઓ બાદ કરતા ૮૩ પૈકી કુલ ૭૬ એટલે કે ૯૨ % દર્દીઓ આ સંક્રમણમાંથી સ્વસ્થ થઇ ગયા છે. સાજા થઈને ઘરે જઈ રહેલા દર્દીઓ બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલની સેવાથી પ્રસન્ન જોવા મળેલ છે.
Tags Banaskantha corona Rakhewal