બનાસકાંઠામાં વધુ ૭ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠામાં વધુ ૭ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યો છે. જ્યાં પાલનપુર તાલુકાના વાસણી ગામના ૬ અને મજાદરના એક દર્દીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. સાથે સાથે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. જ્યાં મંગળવારે વધુ ૭ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યો છે. ફિયાઝ લુકમાનભાઈ બાગ (૨૪) મજાદર તાલુકો વડગામ, મહેન્દ્રભાઈ અંબારામભાઈ (૩૦) વાસણી (ગઢ) તાલુકો પાલનપુર, ધર્મેન્દ્રભાઈ કરસનભાઇ પંચાલ (૨૭) વાસણી, (ગઢ) તાલુકો પાલનપુર, નિકીતાબેન નવીનભાઈ પંચાલ (૧૬) વાસણી( ગઢ) તાલુકો પાલનપુર, વિપુલભાઈ નવીનભાઈ પંચાલ (૧૫) વાસણી ગઢ તાલુકો પાલનપુર, કોકીલાબેન નવીનભાઈ પંચાલ (૪૩) વાસણી ગઢ તાલુકો પાલનપુર અને કાલુભાઈ તુલસીભાઈ જગાણીયા ૬૨ મડાણા રોડ ગઢ તાલુકો પાલનપુરને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. કોરોના સામેના જંગમાં વિજેતા થયેલા દર્દીઓને સીડીએમઓ ડો. ભરત મિસ્ત્રી, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. સુનિલ જોશીએ શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસ મેડિકલ કોલેજની પૂરી ટીમ અને સરકારની આરોગ્ય ટીમની અસરકારક કામગીરીથી કોરોના સામે દર્દીઓ જંગ જીત્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.