બનાસકાંઠામાં વધુ ત્રણે કોરોનાને માત આપી
રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠામાં વધુ ત્રણ દર્દીઓ કોરોનાને માત આપી છે. જિલ્લામાં સૌ પ્રથમ આવેલા ગઠામણના દર્દી સહિત ત્રણને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
કોરોના મહામારી માટે રેડ ઝોનમાં રહેલ બનાસકાંઠાના પ્રથમ હોટસ્પોટ ગઠામણ ગામના તમામ કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર બનાસ મેડિકલ કોલેજ કોવિડ ૧૯ હોસ્પિટલ માં અપાઈ રહી છે. ગઠામણ ગામનો પહેલો કેસ તા. ૧૩/૦૪/૨૦૨૦ના રોજ નોંધાયેલ તે અને તેનાથી સંક્રમિત થયેલા ગઠામણ ગામના જ બીજા બે દર્દીઓ એમ કુલ ત્રણ દર્દીઓને અસરકારક સારવાર મળવાથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. તેમના રીપોર્ટ સતત બે વખત નેગેટિવ આવતા તેઓને પાલનપુર સિવિલની કોવિડ હોસ્પિટલ માંથી તા.૦૭/૦૫/૨૦૨૦ ના રોજ બપોર પછી રજા આપવામાં આવી છે. જેઓને મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ ડો. સુનિલભાઈ જોશી સહિતના મેડિકલ સ્ટાફે તાળીઓના ગડગડાટ વચ્ચે અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હોસ્પિટલમાંથી રજા આપી હતી. આ પહેલા કુલ ૨૨ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. જે બનાસકાંઠા જિલ્લા માટે રાહતના સમાચાર છે.
Tags Banaskantha corona