બનાસકાંઠાની યુવતીને નસીબ ન થઈ વતનની ‘ભૂમિ’ અંતિમ ઈચ્છા અધૂરી રહી
રખેવાળ, બનાસકાંઠા
વિદેશમાં જીવલેણ રોગનો ભોગ બનેલી ડિસાની યુવતીની આખરી ઈચ્છા અધુરી રહી ગઈ હતી. ભૂમી નામની આ યુવતીએ ભારત આવવા મદદ માંગી હતી પરંતુ તેને કોઈ મદદ મળી ન હતી અને આખરે વિદેશની ધરતી પર ભૂમિએ પોતાનો આખરી શ્વાસ છોડ્યો હતો. અહીં તેનો પરિવારે આક્રંદ મચાવ્યું છે. લોકડાઉનમાં ૫૦ લાખને ખર્ચે એર એમ્બ્યુલન્સથી કોઈ પણ પાયલોટ ભારત આવવા તૈયાર નહોતો.
અરમેનિયામાં અભ્યાસ અર્થે ગયેલી ભૂમિ ચૌધરીનું નિધન
જીવલેણ રોગ એન્સેફ્લોમેનજાઈટિસથી પીડિત હતી ભૂમિ
છેલ્લા ૧૯ દિવસથી ICUમાં હતી ભૂમિ ચૌધરી
બનાસકાંઠાના ડિસાના વાસણા ગામની વતની ભૂમિ ચોધરીનું અરમેનિયામાં મોત થયું છે. ભૂમિ અરમેનિયા અભ્યાસ માટે થઈ હતી. ત્યાં તે જીવલેણ રોગ એન્સેફ્લોમેનજાઈટિસની શિકાર બની હતી. તે છેલ્લા ૧૯ દિવસથી ICUમાં હતી. ભૂમિના પરિવારની તેને જોવાની અંતિમ ઈચ્છા અધુરી રહી ગઈ હતી. ત્યાં હાજર તેના મિત્રોએ તેને ભારત પરત લાવવા માટે ભારત સરકાર પાસે મદદ માંગી હતી પરંતુ તેમાં કોઈ મદદ ન મળતા આખરે તેણે અરમેનિયામાં અંતિમ શ્વાસ લીધા હતા.
સરળ ભાષામાં સમજીએ તો તેને મગજનો તાવ આવ્યો તો જેમાં તેના મગજમાં સોજો આવ્યો છે અને તેના એક પછી એક ઓર્ગન ફેલ થઈ રહ્યા હતા. અર્મેનિયાથી તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ભારત જવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેમની કોઈ મદદ ન કરી રહ્યુ હોવાને કારણે તેમણે આખરે સોશિયલ મીડિયાનો સહારો લઈને ટ્વવીટર અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. ભૂમિ સાથે તેના સહપાઠીઓ હતા જે હાલ ભૂમિને ભારત લાવવાની કોશિશ કરી રહ્યા હતા.
વાયરલ, બૅક્ટેરિયલ અને જૅપનીઝ. ત્રીજો પ્રકાર ખૂબ જ પ્રાણઘાતક ગણાય છે, કેમ કે એમાં કરોડરજ્જુમાં પણ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ જાય છે. માત્ર પગ જ નહીં, હાથ-પગનાં સાંધાઓ પણ અચનાક જકડાઈ જાય છે.
આ રોગનાં લક્ષણો પણ ખૂબ અસ્પષ્ટ છે જેને કારણે એનું વહેલું નિદાન શક્ય નથી બનતું. ઊબકા આવે, ઊલટી થાય, કન્ફ્યુઝન થાય, પ્રકાશ સહન ન થાય, આજુબાજુ જે કંઈ થઈ રહ્યું છે એ બાબતે ભ્રાંતિ પેદા થાય જેવાં એનાં પ્રાથમિક લક્ષણો હોય છે. વાઈ આવે, વ્યક્તિ કોમામાં ચાલી જાય કે પછી સભાન હોવા છતાં જાણે કંઈ સમજણ ન પડી રહી હોય એ રીતે બિહેવ કરવા લાગે છે. મગજ પરના સોજાને કારણે માથાનો ભાગ સૂજી જાય છે. બાળકો કારણ વગર રડ્યા કરે અને તેમને ઊંચકવામાં આવે તો વધુ રડે. આવાં લક્ષણો પરથી પણ એનું યોગ્ય નિદાન શક્ય નથી બનતું.