બનાસકાંઠાના વાસણી ગામના યુવકનો અમદાવાદમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

બનાસકાંઠા
બનાસકાંઠા

યુવક ઘરે આવીને ગયો હોઈ પરિવારજનોને હોમ કોરેન્ટાઇન કરાયા.

રખેવાળ, બનાસકાંઠા  

સરહદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાસણી ગામના યુવકનો અમદાવાદ ખાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ યુવક વાસણી ગામે તેના પરિવારજનોને અગાઉ મળી ગયો હોઈ બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે કરાયું હતું. તેમજ યુવકના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિતના વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠામાં કોરોના વાયરસનો ચેપ પ્રસરી રહ્યો છે. જોકે, છેલ્લા બે દિવસથી એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા તંત્ર અને પ્રજાજનો હાશકારો અનુભવી રહ્યા છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાસણી ગામના યુવકનો અમદાવાદ ખાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, યુવક વાસણી ગામે તેના પરિવારજનોને અગાઉ મળી ગયો હોઈ બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે કરાયું હતું. તેમજ યુવકના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિતના વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ પોઝિટિવ કેસ બનાસકાંઠા જિલ્લામાં ગણત્રીમાં નહિ લેવાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં પાલનપુર તાલુકાના ગઠામણ ગામે ૨૧ જ્યારે વાવ તાલુકાના આકોલી ગામના ૪૮ વર્ષના મહિલા, માવસરી ગામના ૨૨ વર્ષના પુરુષ, દૈયપ ગામનો ૨૦ વર્ષનો પુરુષ, મીઠાવીચારણ ગામના ૨૮ વર્ષનો પુરુષ, થરાદનો પુરુષ મળી વર્તમાન સમયે બનાસકાંઠામાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા ૩૦ થવા પામી છે. જ્યારે પાલનપુર તાલુકાના ભાગળ (જ)ના વૃદ્ધાનું કોરોનાથી મોત નિપજ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.