બનાસકાંઠામા કાર્યક્રમ : PMએ વર્ચુઅલ કર્યુ આવાસ લોકાર્પણ

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યુ. આજે બપોરે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો જેમા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલી લાભાર્થીઓને સંબોધન કર્યુ, જિલ્લામાં કુલ 3938 આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયુ ,રાજ્યમાં 2993 કરોડના ખર્ચે 1,31,454 આવાસો બનાવ્યાં તો ડીસા એરપોર્ટ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.ડીસા ખાતે PM આવાસ યોજનાના વર્ચ્યુઅલ કાર્યક્રમને લઈને થરાદ APMCમાં બેઠક યોજાઈડીસા ખાતે PM આવાસ યોજનાના વર્ચ્યુઅલ કાર્યક્રમને લઈને થરાદ APMCમાં બેઠક યોજાઈ હતી.ગુજરાતના લાખો પરિવારમાં લાપસી પીરસવાનો અવસર’ મળ્યો છે,તો બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા કરાવીને ઇતિહાસ રચ્યો ચે,સાથે સાથે CMનુ એ પણ કહેવુ છે કે,પોતાનુ ઘર એ દરેકનુ સ્વપ્ન હોય છે,રૂ 2993 કરોડના ખર્ચે આ આવાસ મકાનો તૈયાર કરવામા આવ્યા છે.હજી પણ અગામી સમયમા ગરીબોને પાકા મકાન મળશે.

PM મોદીએ લોકાર્પણ બાદ અલગ-અલગ લાભાર્થી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો,PM એ મહિલા સાથે સંવાદ કરતા જયશ્રી રામ કહ્યુ,સાથે સાથે સરકારી યોજનાઓ પહોચે છે. કે નહી તે પણ સંવાદ દરમિયાન મહિલાને પૂછયુ હતુ.વધુમા વધુ સરકારી યોજનાનો લાભ મહિલાઓ લે તેવુ PM એ સંવાદ દરમિયાન કહયુ.આજે બનાસકાંઠામાં એક મોટો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠાના ડીસામાં આજે રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયો, આજે PM નરેન્દ્ર મોદીની તમામ લાભાર્થીઓને વર્ચ્યૂઅલ સંબોધન કર્યુ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની આ કાર્યક્રમ ખાસ ઉપસ્થિત રહયા. જિલ્લામાં કુલ 3938 આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયુ, પીએમ મોદી ગુજરાતમાં સવા લાખ લોકોને આવાસ યોજનાના મકાનોમાં ગૃહ પ્રવેશ કરાવ્યો છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ ડીસા, કુંભારીયા અને જલોત્રા ખાતે આ આવાસોનું લોકાર્પણ કર્યુ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત પંડિત દીન દયાળ યોજનાનું લોકાર્પણ પણ થયુ. રાજ્યમાં 2993 કરોડના ખર્ચે 131454 આવાસો બનાવ્યા છે. બનાસકાંઠામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3063, આંબેડકર આવાસ યોજનાના 521 અને પંડિત દીન દયાળ યોજનાના 354 મળી કુલ 3938 આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.વર્ષ-૨૦૧૭માં કેન્દ્ર સરકાર દ્વારા ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન ,વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ માટે ૩ એવોર્ડ, તેમજ BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક અંતર્ગત રાજ્યના ૩ લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ૭ વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૧૪ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં માળખાગત સુવિધાઓ સાથે ૫,૧૪,૧૭૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ ૬,૦૬,૦૪૧ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, તે પૈકી ૬૨% આવાસો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીમાં મંજૂર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ રૂ. ૧.૨૦ લાખની સહાય DBTના માધ્યમથી સીધી જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા આ યોજના હેઠળ પ્રથમ હપ્તાની ચૂકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ ₹૨૦,૦૦૦ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૬૩,૧૦૧ લાભાર્થીઓને ₹૧૨૬.૨૦ કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.