બનાસકાંઠાના વી.સી.ઇ.ઓ.ને 15 માં નાણાં પંચનું મહેનતાણું ચૂકવાયું ન હોવાની રાવ
2022 ના પરિપત્રનો અમલ ન કરાતા ડી.ડી.ઓ.ને રજુઆત: બનાસકાંઠાના વીસીઇઓને 15 માં નાણાંપંચનું મહેનતાણું ના ચુકવાતા ડીડીઓને રજુઆત કરાઇ હતી. જિલ્લામા સરકારે 2022 માં કરેલા પરિપત્રનો અમલ ન કરતા વીસીઓમાં રોષ ફેલાયો હતો.
બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં કમિશન પ્રથાથી ફરજ બજાવતા કોમ્યુટર ઓપરેટરોએ 15 માં નાણાંપંચના મહેનતાણું ના ચુકવાતા ડીડીઓને રજુઆત કરી છે. સરકારના 2022 ના પરિપત્ર નો બનાસકાંઠામાં અમલ ના થતો હોવાનો વીસીઇ મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
જોકે અનેકવાર રજુઆત કરવા છતાં વીસીઇઓને મહેંતાણું ન ચૂકવાતા વીસીઇઓ જિલ્લા પંચાયત રજૂઆત કરવા દોડી આવ્યા હતા. ગ્રામ પંચાયતોમાં અરજદારોના દાખલા, ઉતારા કાઢવાની કામગીરી કરતા કોમ્પુટર સાહસિકોને સરકાર દ્વારા પગારના બદલે માત્ર કમિશન ચુકવણા આવે છે. સરકાર દ્વારા તા.19/05/ 2022 ના રોજ વીસીઇઓને થોડું ઘણું મહેનતાણું મળે તે માટે ગુજરાત સરકારમાંથી જે નાણા પંચની ગ્રાન્ટ આવે છે. તે ગ્રાન્ટ માં થી 10 ટકા રકમ ફાળવવા માટે અને દર મહિને બે હજાર મહેનતાણું ચુકવવામાં આવે તે માટે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લા વીસીઇ મંડળ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જોકે દરેક તાલુકા વિકાસ અધિકારીઓને મહેનતાણું ચુકવવા માટે હુકમ કરવામાં આવેલો છે. તેમ છતાં આજ દિન સુધી વીસીઈને એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. જે બાબતે ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં ન આવતા ફરી એક વાર મહેતાણાં મામલે જિલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે.