બનાસકાંઠાઃ આજે વધુ ૨ કોરોના કેસ આવ્યા, આરોગ્યકર્મી પોઝિટીવ

ગુજરાત
ગુજરાત

રખેવાળ, બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોનાના બે કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. લોકડાઉન વચ્ચે અમીરગઢ અને પાલનપુર તાલુકામાં એક-એક કેસ પોઝિટીવ સામે આવ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધી ૮૧ કેસ પોઝિટીવ આવ્યા છે. અમીરગઢમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા યુવકને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ સાથે પાલનપુર તાલુકાના ગામે પણ એક પોઝિટીવ કેસ સામે આવ્યો છે.

ઉત્તર ગુજરાતના રેડઝોન બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોનાના વધુ બે કેસ સામે આવ્યા છે. ગઇકાલે એકસાથે ૧૦ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી. તંત્ર દ્રારા કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલાની શોધખોળ શરૂ કરાઇ હતી. આ તમામ ગતિવિધિની વચ્ચે આજે જીલ્લામાં વધુ ૨ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના વાસણી ગામે ૧ અને અમીરગઢમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ સાધુનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.