બનાસકાંઠા: અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ દાંતીવાડામાં, માત્ર 16 MM

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ 1173(M.M) વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પાલનપુર પંથકમાં 155(M.M) નોંધાયો છે. જોકે એક મહિનાના સમયગાળામાં આવેલા વરસાદ બાદ ખેડૂતોમાં મુંઝવણ જોવા મળી રહી છે. અમુક પાકો ઉભા હોઇ અને અમુકનું વાવેતર પણ બાકી હોવા વચ્ચે વરસાદ ખેંચાતા ખેડૂતો હજી વધુ વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

બનાસકાંઠા જીલ્લામાં સિઝનનો કુલ 1173(M.M) વરસાદ નોંધાતા ખેડૂતો વધુ વરસાદની આશા સેવી રહ્યા છે. જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર પાલનપુરમાં 14 M.M વરસાદ આવ્યો છે. આ તરફ જીલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ પાલનપુર પંથકમાં 155(M.M) જ્યારે સૌથી ઓછો વરસાદ દાંતીવાડામાં 16 M.M નોંધાયો છે. વરસાદની મોસમ શરૂ થયે એક મહિનો થવા છતાં જીલ્લામાં અત્યાર સુધી સિઝનનો માત્ર 3.15 ઇંચ વરસાદ પડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.