બનાસકાંઠા અનુજાતિ. સમાજ કલ્યાણ આઉટ સોર્સીગ કર્મચારીઓનુ શોષણ થતું હોવાની રાવ
સરકારના નિયમ મુજબ પગાર અને પી એફ આપવા કર્મચારી ઓની માંગ
નોકરીમાંથી છૂટા કરવાની ધમકી ઓ આપી શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપો
બનાસકાંઠા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની શૈક્ષણિક સંસ્થાઓમાં આદર્શ નિવાસી કન્યા/કુમાર છાત્રાલય તેમજ સરકારી કુમાર છાત્રાલય અને ડો. આંબેડકર ભવન પાલનપુરની વિવિધ શાખાઓમાં આઉટ સોર્સિંગમાં સફાઈ કર્મચારી અને સેવક તરીકે ઘણા સમયથી કામ કરતા કર્મચારીઓનું શોષણ કરી ઓછો પગાર અને પીએફ તેમજ વિકલી રજા નો લાભ મળતો ન હોવાની રાવ ઉઠી છે. આ અંગે કર્મચારીઓએ અગાઉ તારીખ 20-8-2023 ના રોજ નાયબ નિયામક અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ પાલનપુર કચેરી તેમજ ઉચ્ચસ્તરીય વિભાગોમાં ન્યાય મળવા બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ લેખિત રજૂઆતની તપાસ હાથ ધરાતા ઓફિસ સ્ટાફના માણસો એ કર્મચારીઓને નોકરી માંથી છૂટા કરવાની ધમકી આપી ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક મરજી મુજબના નિવેદનો લખાવી દીધા હોવાના આક્ષેપો કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
તો વળી અન્ય સરકારી કચેરીમા આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને સરકારના નીતિ નિયમ અને પરિપત્ર મુજબ ઉપરોક્ત કર્મચારીઓ કરતા વધુ પગાર મળતો હોઇ આ કર્મચારી ઓનું શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપો પણ કરાઈ રહ્યા છે. જે બાબતે ન્યાય અપાવવા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિયામક પાલનપુર તેમજ ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી સરકારના નીતિ નિયમ મુજબ પગાર અને પી.એફ નો લાભ તેમજ વિકલી રજા નો લાભ આપવા અને કર્મચારીઓ નું શોષણ બંધ કરવા ની ઉગ્ર માંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. આવા નાના કર્મચારીઓનું શોષણ કોણ કરી રહ્યું છે? અને સરકારના પરિપત્ર મુજબ આ કર્મચારીઓને લાભ આપવામાં કેમ આવ્યો નથી? આ બાબતે ઝીણવટી ભરી તપાસ થાય અને તેઓને ન્યાય મળે તેવી માંગ કર્મચારીઓમાં ઉઠવા પામી છે.