બનાસકાંઠામાં દિવસભર છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા સૌથી વધુ થરાદ ભાભર વડગામ અને અમીરગઢ માં દોઢ ઇંચ વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

જીલ્લામાં અષાઢ માસ પુર્ણ થયો તેમ છતાં ગામ તળાવો અને જળાશયો ખાલીખમ : જિલ્લાવાસીઓને ધોધમાર વરસાદની આશ

બંગાળની ખાડી ની લો પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આવતા જીલ્લા માં ભારે વરસાદ ની આગાહી

ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ભારે વરસાદ વરસતા ખેડૂતોના ચેહરા ખીલી ઉઠ્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી માત્ર છુટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેથી જિલ્લાવાસીઓ ધોધમાર વરસાદ ઝંખી રહ્યા છે.

સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી અદલ અષાઢી માહોલ છવાયેલો છે પણ આકાશમાં છવાયેલા ઘનઘોર વાદળા મન મુકીને વરસતા નથી.ઝાપટા અને ઝરમર વરસાદથી ઉલટાનું ઠેરઠેર વરસાદી પાણી ભરાતા કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયુ છે. જેથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધી પડ્યો છે. આજે પણ વહેલી સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર અને ઝાપટા રૂપે વરસ્યો છે.જેમા સૌથી વધુ થરાદ ભાભર વડગામ અને અમીરગઢ માં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત લાખણી,પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતા,ઈકબાલગઢ ખાતે સામાન્ય વરસાદ થવા પામ્યો છે સતત વરસાદી ઝાપટા ના કારણે કેટલાક નીંચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો.પણ ખેતી પાકોને પિયત મળી રહેતા ખેડૂતોને રાહત થઈ છે. જ્યારે સતત વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી ઉઠતા આમ પ્રજાએ પણ હાશકારો અનુભવ્યો છે.જોકે હજુ બનાસકાંઠા જિલ્લામાં ભરપૂર વરસાદ ન પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જિલ્લાના મોટાભાગના ગામ તળાવો અને જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે.તેથી હજુ ધોધમાર વરસાદ પડે અને જિલ્લાના તળાવો- જળાશયો છલો છલ ભરાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ધરતીપુત્રો માં રાહત: રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માં થયેલા ધોધમાર વરસાદ બાદ ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી શરૂઆત થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ શનિવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં તમામ તાલુકાઓમાં હળવા થી મધ્યમ વરસાદ થતાં જીલ્લા માં અત્યાર સુધી થયેલા ૪૬૯૨૬૮ હેકટર વિસ્તારમાં ખરીફ સીઝનના પાકોની જીવતદાન મળતા ધરતીપુત્રોમાં પણ રાહત અનુભવી રહ્યા છે.

આગામી ત્રણ દિવસ સુધી છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતાઓ: બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવતા આગામી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે.

બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલો વરસાદ

તા ૩/૮/૨૪ શનિવાર સાંજે ૬ કલાક સુધી

વાવ.       29 મીમી

થરાદ.  .   33 મીમી

ધાનેરા. .   06 મીમી

દાંતીવાડા  12 મીમી

અમીરગઢ 35 મીમી

દાંતા.     29  મીમી

પાલનપુર.   06 મીમી

વડગામ.     36 મીમી

ડીસા.        20  મીમી

દીયોદર.     17  મીમી

ભાભર.       34 મીમી

કાંકરેજ.       11 મીમી

લાખણી.       07 મીમી

સુઈગામ.      14 મીમી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.