ગુજરાત-રાજસ્થાનની અલગ અલગ ચાર બોર્ડર પરથી બનાસકાંઠા પોલીસે 66 પીધેલાઓને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

થર્ટી ફર્સ્ટ ને લઈ બનાસકાંઠાની બોર્ડર પર પોલીસે કડક ચેકીંગ હાથ ધર્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ પી પ્રવેશ કરતા કુલ 61 જેટલા પીધેલા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે 5 લોકો ડ્રીક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપાતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લો એ આંતરરાષ્ટ્રીય સહિત આંતર રાજ્યની બોર્ડર ધરાવતો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લામાં આંતરરાજ્યને જોડતી ચાર જેટલી બોર્ડરો આવેલી છે ગુજરાત રાજસ્થાનને જોડતી આ બોર્ડરો પરથી અનેકવાર દારૂ સહિતના કેફી પદાર્થો ગુજરાતના ઘુસાડવાના બનાવો સામે આવતા હોય છે. આજે થર્ટીફર્સ્ટને લઈ ગુજરાતમાં દારૂ સહિતના કેફી પદાર્થો ન ઘૂસે તેને લઈ બનાસકાંઠા જિલ્લાની પોલીસ સતર્ક બનેલી જોવા મળી રહી છે પોલીસ સ્ટાફ દ્વારા રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનો તેમજ ગાડી ચાલકો અને ગાડીમાં બેસેલ લોકોનું પણ ચેકિંગ કરી બ્રેથ એનેલાઇઝર ગન દ્વારા દારૂ કે કેફી પદાર્થનું સેવન કર્યું છે કે ની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે


રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા 4 ચેક પોસ્ટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવેલો છે જેમાં થરાદના ખોડા ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી આવતા કુલ 19 જેવા પીધેલા લોકો પર કેસ કર્યા છે ત્યારે ધાનેરા નેનાવા બોડર ચેક પોસ્ટ પર કુલ 4 દારૂ પીધેલા ઇસમો ઉપર કેસ કર્યા છે. જ્યારે મોટી માત્રામાં દારૂ પણ ઝડપી પાડયો છે 1 ક્વોલિટી કેસ પણ કર્યો છે પાથાવાડાના ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરતા 7 લોકો પર કેસ કર્યા છે અને બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર 5 કેસ ડ્રિન્ક એન્ડ ડ્રાંઇવ અને દારૂ પીને ગુજરાત માં પ્રવેશ તા 30 લોકો પર કેસ કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.