બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડે બળાત્કારના ગુનામાં જામીન પર ફરાર આરોપીને ઝડપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પેરોલ ફ્લો સ્કોડ દ્વારા પેરોલ પર તેમજ નાસ્તા ફરતા આરોપીની શોધખોળ દરમિયાન બાતમીના આધારે પાકા કામના અને બળાત્કારના ગુનામાં આજીવન સજા ભોગવતા વચગાળાના જામીન પર ફરારી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડે પાકા કામના અને બળાત્કારના ગુનામાં આજીવન સજા ભોગવતા વચગાળાના જામીન ઉપર ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં પેરોલ ફ્લો સ્કોડ ઇન્ચાર્જ જે. જી. સોલંકી પોલીસ સ્ટાફ સાથે પેરોલ ફરારી તેમજ નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા. તે સમય દરમિયાન બાતમી આધારે અમદાવાદ સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી દીતાભાઈ ઉર્ફ દિનેશભાઈ લાલાભાઇ અંગારી (રહે. ભેદલા અમીરગઢ) ને આજે હાથીદરાથી ઝડપી પાડયો છે. આરોપીની અટકાયત કરી પોલીસે આરોપીને પાલનપુર જિલ્લા જેલ ખાતે સોંપી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.