બનાસકાંઠા એલસીબી ટીમનો સપાટો ખીમત ગામના ખેતરમાંથી 532 બોટલ દારૂ બિયર ની ઝડપી પાડી
આગામી લોકસભાની 2024 ની ચૂંટણીને લઇ બનાસકાંઠા પોલીસ જિલ્લા પોલીસવળા અક્ષય રાજ મકવાણા ની સૂચનાથી અને એલસીબીના પીઆઇ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના મિલનદાસ સાધુ કાનસિંહ. જોરસિંહ. વિક્રમભાઈ સહિતની ટીમ મંગળવારે પાંથાવાડા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાના ખીમત ગામે એક શખ્સ દારૂ બિયર નું વેચાણ કરે છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે ખીમત ગામના કમલેશસિંહ કિર્તુભા સોલંકી ના રહેણાંક ઘરે રેડ કરતા ઘરની બાજુમાં ખેતર માંથી દારૂ બિયરની 532 બોટલો મળી આવી હતી પોલીસે 61,000 થી વધુ નો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી કમલેશસિંહ સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.