બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુરના જગાણા પાસેથી દારૂ ભરેલી ગાડી ઝડપી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા એલસીબી પોલીસે એક રાજસ્થાન તરફથી આવતી ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં એલસીબી પોલીસને મળતી બાતમી હકીકતના આધારે જગાણા ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ ઘડીને પોલીસે રોકાવી ચેક કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ગાડી ચાલકની અટકાયત કરી કુલ મુદ્દા ની આગળની તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન અવર-નવાર દારૂ ઝડપાતો હોય છે જેમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો હોય છે વાહન ચેટિંગ દરમિયાન પાલનપુરના જગાણા ત્રણ રસ્તા પાસેથી પોલીસે ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે જેમાં ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ પાલનપુર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમીયાન જગાણા ત્રણ રસ્તા પાસે બાતમી હકીકત વાળી ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ભરી અમદાવાદ તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે બનાસકાંઠા એલસીબી પોલીસે ત્રણ રસ્તા પાસે નાકાબંધી રાજસ્થાન તરફથી શંકાસ્પદ આવતી ગાડીની રોકાવી તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો.બનાસકાંઠા એલસીબી પોલીસે કુલ મુદ્દા માલ કબજેલી હતી જેમાં ગાડી માંથી દારૂ 1354 બોટલો મળી આવી હતી પોલીસ કુલ 16 લાખ 95 હજાર 340 નો મુદ્દામાલ કબ્જે કરી ગાડીના ચાલક જગદીશ જયકીશન જાતે.બિશ્નોઇ રહે.ગામ કુંડકી પંચાયત વીરાવા ચિતલવાણા સાંચોર રાજસ્થાન વાળાના વિરુધ્ધમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.