બનાસકાંઠા LCB પોલીસે વિદેશી દારૂની બોટલો લઇ જતી ઇકો ગાડી ઝડપી, 4.15 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા એલસીબી પોલીસ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ખાનપુર ગામ નજીકથી ઇકો ગાડી દારૂ ભરીને હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે ઇકો ગાડીની વોચ રાખતા એક શંકાસ્પદ ઇકો ગાડી નંબર (GJ 27 AH 0431) રોકી તપાસ કરી હતી. જે ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની બોટલ 1 હજાર 321 મળી આવી હતી. ઇકો ગાડી સહિત કુલ 4 લાખ 15 હજાર 150નો મુદ્દામાલ પકડી પાડી આરોપી સુરેશ ગણેશભાઇ વજીર તથા સંધા ગણેશભાઇ વજીર બન્ને રહે ખાનપુર તા.થરાદવાળાઓ વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.