બનાસકાંઠા એલસીબી એ કાળીમાટી પાટીયા પાસેથી બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢના કાળીમાટી પાટીયા પાસેથી બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસને મળતી બાતમી હકીકતના આધારે અમીરગઢના કાળીમાટી પાટીયા પાસે વોચમાં હતા તે સમય દરમિયાન એક નંબર પ્લેટ વગરનું બાઈક આવતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બંને ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગર દ્વારા પણ અમીરગઢ વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. જે બાદ એલસીબી દ્વારા દારૂ પર કાર્યવાહી થતા અમીરગઢ ની સ્થાનિક પોલીસ ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તેં સમય દરમિયાન કાળીમાટી ગામના પાટીયા પાસે બાતમી હકીકત આધારે નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર મોટર સાયકલનાને રોકાવી તપાસ કરતા મોટરસાયકલ ચાલક મેહુલભાઇ વશરામભાઇ ઠાકોર તેમજ પાછળ બેઠલ અશ્વિનસિંહ કિરણસિંહ ચૌહાણ બંન્નેરહે.મોટાકરઝા અમીરગઢ વાળાએ પોતાના કબજાના મોટર સાયકલમાં ગેરકાયદેસર વિદેશી દારૂની 216 બોટલોનો જથ્થો રાજસ્થાન રાજયના ચનાર ઠેકાથી લાવી જશપાલસિંહ વાદળસિંહ ચૌહાણ રહે.ચેખલા અમીરગઢ વાળાને આપવાનો હોય જે કુલ 78 હજાર 960 રૂપિયા નો મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા બે શકશો ને ઝડપી પાડી અમીરગઢ પોલીસ મથકે પ્રોહીબીશન એકટ હેઠળ કાયદેસનર ની કાર્યવાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.