બનાસકાંઠા : પુરતા પ્રમાણમાં ચોમાસાની સિઝનમાં વરસાદ ન વરસતા ખેડૂતો મેઘરાજા ની કાગડોળે રાહ
છેલ્લા 15 દિવસથી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઝરમરિયા વરસાદ છૂટો છવાયો પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે બીજી બાજુ રણ વિસ્તાર ગણાતા અને છેવાડાના સહરદને અડી આવેલા વાવ તાલુકામાં પુરતા પ્રમાણમાં ચોમાસાની સિઝનમાં વરસાદ ન વરસતા ખેડૂતોની દિવસે ને દિવસે કાફોડી હાલત જોવા મળી રહી છે.
તો બીજી બાજુ નર્મદા કેનાલમાંથી આ વિસ્તારોના પાણી પણ આપવામાં આવતું નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોને પ્રશ્ન સતાવી રહ્યો છે કે જો વરસાદ નહીં વર્ષે તો પછી આ વિસ્તારમાં ભયંકર ઘાસચારાની ઉણપની પરિસ્થિતિનું નિર્માણ થશે. પશુઓને ભૂખમરાથી કઈ રીતે બચાવવા તે એક મોટો પ્રશ્ન ખેડૂતોને મૂંઝવણમાં મૂકી રહ્યો છે.
ચોમાસા ઋતુ ની શરુઆત થઈ ગઈ છે. ગુજરાત ના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્ર માં મેઘરાજા નું આગમન થઈ ચૂક્યું છે. જેને લઇ ધરતી પુત્રો એ ખેતરો મા વાવણી કરી નાખી છે. જો કે ધાનેરા તાલુકા ના સરહદી ગામો જેમાં નાની ડુગડોલ મોટી ડુગડોલ એટા વાસણ સહિત ના ગામો મા અમુક વિસ્તાર મા છ્ટો છવાયો વરસાદ પડ્યો છે. જ્યારે મોટા ભાગ ના વિસ્તારમાં વરસાદ નું મુહર્ત પણ ન થયું જેના કારણે ખેડૂતો એ હજુ સુધી વાવણી ની શરુઆત કરી નથી. ખેડૂતો એ મોંઘા ભાવ ના બિયારણ અને ખાતર ની ખરીદી કરી છે. જેની સામે મેઘ રાજા ની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે.
જો મેઘરાજા ખરેખર ના વરસે તો ખેડૂતોની શું હાલત થશે એ ચિંતાનો વિષય છે. હાલ સત્વરે સરકાર દ્વારા આ વિસ્તારની ગંભીરતાથી નોંધ લે તે માટે નર્મદા કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. જો પાણી આપવામાં આવે તો જ પશુઓને ખવડાવવા માટેનો ઘાસચારો ઉગાડી શકાશે નહિતર ખેડૂતોને પશુઓ માટેનો ઘાસચારો ક્યાંથી લાવવો તે એક મોટો પ્રશ્ન છે.