બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થશે
શિયાળાના ઉત્તરાધે પર્વતીય પ્રદેશોમાં થયેલી બરફ વર્ષા ના પગલે બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક ભાગોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતાઓ રહેલી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ ના તળે બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ પવન ફુકાવાનું શરૂ થતા ઠંડીનું જાેર વધ્યું છે છેલ્લા બે ત્રણ દિવસ સુધી સતત તાપમાનમાં થયેલા ફેરફારને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે જેને લઇ આગામી ૪૮ કલાકમાં તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેલી છે. જેના કારણે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પણ ૧૦ ડિગ્રી નીચે તાપમાન જવાની શક્યતા સાથે ગાત્રો થીજાવતી ઠંડી પડવાની પણ આગાહી રહેલી છે હવામાન નિષ્ણાતોના મતે ઠંડીના પગલે ધુમ્મસભર્યું વાતાવરણ જાેવા મળશે જેના કારણે કૃષિ પાકોને પણ તેની અસર થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે આગામી ૧૦ ફેબ્રુઆરી બાદ ફરી એકવાર વાદળછાયુ વાતાવરણ સાથે માવઠાનું પણ જાેખમ તોળાઈ રહ્યું છે.
પાછોતરા ખેતીના પાકોને ફાયદો થવાની શક્યતાઓ : ખેડુતો
શિયાળાની ઋતુનો ઠંડુનો દોર લંબાતા પાછોતરા થયેલા ખેતીના વાવેતરને ફાયદો થવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે ઠંડીનું પ્રમાણ રહેતા મોલો મચ્છી જીવાતનું પ્રમાણ પણ આ વર્ષ ઓછું જાેવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, શિયાળામાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.
ડીસા પંથકમાં ૮ કિ.મી.ની ઝડપે પવનો ફુંકાયા
હવામાન વિભાગની આગાહી મુજબ પવન ફૂંકાતા ડીસા પંથકમાં પણ ૮ કિ.મી.ના ઝડપે શિયાળુ પવન ફૂંકાતા ઠંડી ની અસર જાેવા મળી રહી છે જાેકે લઘુતમ તાપમાનમાં ૩.૪ ડિગ્રી જેટલો વધારો થયો છે પરંતુ ફરી એકવાર તાપમાનનો પારો ગગડવાની શક્યતા રહેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઠંડીએ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે.