બનાસકાંઠા જિલ્લો અગનભઠ્ઠીમાં ફેરવાયો : ડીસામાં સતત ત્રીજા દિવસે રેકોર્ડબ્રેક ગરમી તાપમાન નો પારો 45 ડિગ્રી નોંધાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

સતત વધી રહેલા તાપમાન ને લઇ જનજીવન પ્રભાવિત | પ્રજાજનો સહિત પશુ પંખીઓની હાલત કફોડી બની

૯ કીમી ઝડપે ગરમ પવન ફુંકાતા સરહદી વિસ્તાર લુ ની ચપેટમાં: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી સતત ગરમી નો પારો વધતા રોજે રોજ સીઝનનુ સૌથી ઉચુ તાપમાન નોંધાઇ રહ્યું છે જેમાં શનિવાર નો દિવસ સીઝન નો સૌથી ગરમ રહેવા પામ્યો હતો  તાપમાનનો પારો ૪૫ ડીગ્રી એ આંબી જતા સમગ્ર બનાસકાંઠા જિલ્લો અગનભઠ્ઠીમાં ફેરવાતા અંગ દઝાડતી ગરમીને લઇને પ્રજાજનો હેરાન પરેશાન થઇ ઊઠ્યા છે ગત સપ્તાહે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસ થી પાછી એકવાર ગરમી રફતાર પકડતા રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે જેમાં શનિવારે સિઝનમાં સૌથી વધુ 45 ડિગ્રી એ તાપમાનનો પારો આંબી જતાં સૌથી ગરમ દિવસ રહ્યો છે જેને લઇ જિલ્લા વાસીઓને હજુ પણ ગરમીથી રાહત મળી શકે તેમ નથી વધતી જતી ગરમીને કારણે આમ પ્રજાજનો સહિત પશુ પંખીઓની પણ હાલત કફોડી બની જવા પામી છે.

આંગ આંકતી ગરમીને લઈ બપોરના સમયે રીતસરનો કરફ્યુ લાગ્યો: દિવસેને દિવસે વધતી જતી ગરમી ને લગી બનાસકાંઠા જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં બપોરના સમયે કર્ફ્યુ લદાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો અને રસ્તાઓ પણ સૂમસામ બની ગયા હતા.

રાજ્ય ના અનેક શહેરોમાં ૪૨ થી ૪૫ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું: રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનેક શહેરોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે શનિવાર ના રોજ રાજ્યના અનેક શહેરોમાં ૪૨ થી ૪૫ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે જેમાં રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ ની અસર જોવા મળી રહી છે.

ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની: ગરમી માં ચહેરો કપડાથી બાંધ્યા વગર ઘરની બહાર નિકળેલા લોકો તોબા પોકારી ગયાં છે તો બીજી તરફ પશુ અને પંખીઓ ઉપર પણ કાળઝાળ ગરમીની માઠી અસર વર્તાઇ હતી. ભર બપોરે પક્ષીઓ પોતાના માળામાં ભરાઇ રહ્યાં હતાં. તાપમાનમાં વધારો થતાંની સાથે જ લૂ ની અસર વર્તાઈ રહી છે. જેનાં કારણે સનસ્ટ્રોકના સકંજામાં અનેક લોકો સપડાયા હતાં. દવાખાના, સિવિલ હોસ્પિટલ, પીએચસી-સીએચસી તેમજ ખાનગી હોસ્પિટલ-દવાખાનામાં વધુ નવા કેસો નોંધાઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.