બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાનાં છાત્રોને લેવા-મૂકવા વિનામૂલ્યે વાહનો ફાળવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ગરીબ બાળકોને મફત ભણાવવાની યોજના સાથે બાળકોને ઘરથી શાળા અને શાળાથી ઘરે પહોંચાડવા સ્કૂલ વાન આપવાની યોજના અંતર્ગત જિલ્લાની 197 શાળાના 11,594 વિદ્યાથીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉભી કરાઇ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે દ૨રોજ ઘરેથી શાળા સુધી અને શાળા છુટ્યા પછી ઘરે પહોંચાડવા માટે સ્કૂલવાનની સુવિધા ઉભી કરવામાં આવી છે. કુલ મળીને 14 તાલુકાની 197 શાળામાં અભ્યાસ કરતાં 11594 વિદ્યાર્થીઓ સ્કૂલવાન ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મેળવીને અભ્યાસ કરી રહ્યાં છે.સ્કૂલવાન શરૂ કરવામાં આવે તેની સાથે દિવસમાં બે વખત તેની સફાઇ કરીને સેનીટાઇઝ કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએથી ટ્રાન્સપોર્ટેશન સુવિધાનું સઘન મોનીટરિંગ કરવાની સુચના આપવામાં આવી છે. સ્કૂલવાનનો ફૂલ વીમો, ડ્રાઇવરનું પોલીસ વેરીફિકેશન અને કોમર્શિયલ વાહનનો ઉપયોગ કરવાની શરત રખાઇ છે. જોકે આ પરિવહન સુવિધાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાથીના વાલીની નિયત કરવામાં આવેલી છે.

નિયમો પ્રમાણે વિદ્યાર્થીના ઘરથી 1 કિલોમીટર થી વધુ દુર શાળા હોય ત્યારે તથા ઉચ્ચ પ્રાથમિક શાળાના કિસ્સામાં વિદ્યાથીનાં ઘરથી ૩ કિલોમીટર થી વધુ દુર શાળા હોય ત્યારે અને માધ્યમિક શાળાના કિસ્સામાં વિદ્યાથીના ઘરથી 5 કિલોમીટરથી વધુ દુર શાળા હોય તો ત્યારે આવા વિદ્યાથીઓને ટ્રાન્સપોર્ટેશન માટે સ્કૂલવાનની સુવિધા તંત્રએ ઉભી કરવાની રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.