બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ મોંઘવારીને લઇને વિરોધ કાર્યક્રમ કરે તે પૂર્વે જ કાર્યકરોની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઇને જનતા પરેશાન છે. અને જનતાની પરેશાનીને લઈને કોંગ્રેસે આજે પાલનપુર ગુરુનાનક ચોક ખાતે મોંઘવારીનો વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. જોકે કાર્યક્રમ કરે એ પૂર્વે જ કોંગ્રેસના 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસના અવાજને આજે પોલીસે દબાવી દીધો જનતા ધારાસભ્યને ચુટે છે. પરંતુ ધારાસભ્યની ગરિમા પણ કોંગ્રેસના કાર્યક્રમમાં જળવાઇ નહી. પોલીસે ધારાસભ્યોને પણ ટલ્લે ચડાવ્યા હતા. અને ધારાસભ્યોને પોલીસ વાનમાં બેસાડી અને પોલીસ મથકે લઇ જવાયા હતા. જોકે પોલીસ મથકે પણ ધારાસભ્યોને અડધો કલાક તડકામાં ઉભા રખાયા હતા. ત્યારે ધારાસભ્યોની આ પ્રકારની હાલત હોય ત્યારે આમ જનતાની શું હાલત હોય. મોંઘવારી અને પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના મારથી જનતા પરેશાન છે. ત્યારે આ કોંગ્રેસના અવાજને આજે પોલીસે દબાવી દીધો હતો. જેવું દિનેશ ગઢવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધ સ્વરૂપે અવાજને વાચા આપવાની કોશિશ કરી

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઇને જનતા પરેશાન છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધ સ્વરૂપે અવાજને વાચા આપવાની કોશિશ કરી તો કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોના અવાજને પણ દબાવી દેવાયો હતો. કાર્યક્રમમાં પોલીસે ધારાસભ્યને પોલીસ મથકે લઈ જવાયા હતા. તેમ દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરડીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.