બનાસકાંઠા જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

બનાસકાંઠા

રખેવાળ, બનાસકાંઠા

વાવ તાલુકાના મીઠાવીચારણ અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામના એરીયામાં કન્ટેઇનમેન્ટની મુદત વધારાઇ

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભારતમાં પણ કોવિડ-૨૦૧૯ના વધારે પ્રમાણમાં કેસો નોંધાયેલ છે. જે પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામા થી ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૪/૪/૨૦૨૦ના જાહેરનામા થી સમગ્ર રાજયમાં વધુ ૧૯ દિવસ માટે એટલે કે તા.૧૫/૪/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાક થી તા.૦૩/૦૫/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

મિશન ડાયરેકટર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તે સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ હાલમાં મોજે. મીઠાવીચારણ, તા. વાવ, જિ. બનાસકાંઠાના તથા મોજે. ગઠામણ ગામ, તા.પાલનપુર, જિ. બનાસકાંઠા એમ અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના તા.૧૩/૦૪/ ૨૦૨૦ના જાહેરનામાથી તા.૩૦/૦૪/ ૨૦૨૦ સુધી આ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જે જાહેરનામા ની મુદત તા.૩૦/૦૪/૨૦૨૦ના રોજ પુરી થઇ છે. આ દરમ્યાનમાં મીઠાવીચારણમાં તા.૨૧/૦૪/૨૦૨૦ના રોજ એક કેસ તથા ગઠામણ ગામે તા.૨૫/૦૪/૨૦૨૦ના રોજ બીજા ૦૮ કોરોના પોઝીટીવ કેસો મળી આવેલ છે. જેથી આ ચેપી રોગને ફેલાતો અટકાવવો જરૂરી હોઈ સંદીપ સાગલે, (આઈ.એ.એસ.),જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ- ૩૦ તથા કલમ- ૩૪ તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ દર્શાવેલ નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે.

આ જાહેરનામાની મુદત તા.૦૧/૦૫/૨૦૨૦ થી તા.૨૦/૦૫/૨૦૨૦ સુધી લંબાવવામાં આવે છે.

આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

જિલ્લા કલેકટર દ્વારા કોરોના પોઝેટિવ કેસ જ્યાં મળ્યા છે તેવા મીઠાવીચારણ અને ગઠામણ ગામ સહિતના વિસ્તારો ને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયો હતો. જેની મુદત પુરી થતા ગતરોજ ફરીએકવાર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કન્ટેઇન્મેન્ટ એરિયાની મુદત ૧-૫ થી ૨૦-૫ સુધી લંબાવવામાં આવી છે. જે જાહેરનામા ને લઈને ગેરસમજ ફેલાતા સોશિયલ મીડિયામાં બનાસકાંઠા જિલ્લામાં લોક ડાઉનની અવધિ ૨૦મી મે’ સુધી લંબાવવામાં આવી હોવાની અફવાઓ નો દોર જામ્યો છે. જે માત્ર અફવા જ છે. બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન ૨૦મી મે’ સુધી લંબાવાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.