બનાસકાંઠા: ફરીયાદ નોંધવા PSIએ 40 હજાર લીધા, લાંચમાં ઝબ્બે

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના પોલીસ ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરીયાદ દાખલ કરવાની મૂળભૂત ફરજ હોવા છતાં પીએસઆઇએ લાંચ માંગી હતી. ગુનો નોંધવા ફરીયાદી પાસે રૂ.40,000ની માંગણી કરતાં એસીબીને જાણ કરી હતી. આથી પાલનપુર સ્થિત લાંચ રૂશ્વત વિરોધી ટીમે છટકું ગોઠવી આગથળા પોલીસ સ્ટેશનના પીએસઆઇને નાણાં સ્વિકારતાં આબાદ ઝડપી લીધા હતા. ફરીયાદ સામે લાંચ લેવાની ઘટનાથી પારદર્શકતા સામે અત્યંત ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ACBના છટકાંમાં ઝડપાઇ ગયા છે. અગાઉ સ્થાનિક ઘટના સંદર્ભે નાગરિક ફરીયાદ દાખલ કરવા આગથળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેની સામે પીએસઆઇ ભુરાભારથી કૈલાસભારથી ગૌસ્વામીએ શરૂઆતમાં જાણવાજોગ લઇ ફરીયાદ ટાળી હતી. જોકે રજૂઆતકર્તા ઘટના મામલે ફરીયાદ દાખલ કરાવવા ઇચ્છતાં પીએસઆઇ ગૌસ્વામીએ રૂ.40,000ની લાંચ માંગી હતી. ફરીયાદ સામે લાંચની માંગણી આવતાં રજૂઆત કરનાર વ્યક્તિ ચોંકી ગયા હતા.

જાણવાજોગ આપનાર વ્યક્તિએ બનાસકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી એસીબી પીઆઇ કે.જી.પટેલની ટીમે ડીસા રાજમંદીર પાસે આગથળા પોલીસના પીએસઆઇ ગૌસ્વામીને લાંચની રકમ રૂ.40,000 સ્વિકારતા રંગેહાથે ઝડપી લીધા હતા. બનાસકાંઠા જીલ્લાના મહત્વના ગણાતાં આગથળા પોલીસ મથકના પીએસઆઇની ફરીયાદ સામે લાંચ લેવાની ઘટનાથી ખળભળાટ મચ્યો છે. જીલ્લા પોલીસથી માંડી રેન્જ કચેરી સુધીમાં પીએસઆઇની કરતૂત ચર્ચાસ્પદ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.