બનાસકાંઠા ૧૦ પોઝિટિવ કેસ મળી આવતા ફફડાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તેમાં લોકડાઉનમા છૂટછાટ અપાયા બાદ કોરોનાએ ફરીવાર ઉછાળો માર્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર, લાખણી અને ડીસામાં કુલ ૧૦ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન રાજ્ય સરકારે લોકડાઉન-૫ જાહેર કરી મોટાભાગની દુકાનો ખોલવા છૂટછાટ આપી દીધી છે. શાળા કોલેજો સિવાય મોટાભાગની તમામ દુકાનો તેમજ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે લોકડાઉન હળવું કરાયા બાદ જાણે કોરોનાએ બનાસકાંઠા જિલ્લામાં પણ ઉછાળો માર્યો છે. બે દિવસ અગાઉ કોરોનાના ૭પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ આજે ફરીથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ ૯ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ૭ તેમજ લાખણી અને ડીસામાં ૧-૧ તથા કાંકરેજના તાણા ગામે એક મળી કુલ ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંક ૧૨૬ પર પહોંચી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધંધા રોજગાર શરૂ થતાની સાથે જ પાલનપુર સહિત જિલ્લાની બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. જાણે કોરોનાએ વિદાય લઈ લીધી હોય તેમ લોકો બેફામ પણે બજારોમાં ઉમટી રહ્યા છે. ત્યારે લોકડાઉન નિયમોનો પણ સરેઆમ ભંગ થતો હોવા છતાં તંત્રએ પણ જાણે હથિયાર હેઠા મૂક્યા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે સરકાર દ્વારા લોકડાઉનના બે મહિના સુધી જે કોરોનાને નાથવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા તેના પર પાણી ફરી પડે તેવી સ્થિતિ વચ્ચે પાલનપુર સહિત બજારોમાં લોકડાઉન નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે વહીવટી તંત્ર જાગૃત બને તે જરૂરી જણાઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.