બનાસકાંઠા: કોરોનામાં ખર્ચો અતિ, કર્મચારીને સહાય માટે કલેક્ટરનો પત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના વાયરસની ત્રાસદી છેલ્લા ત્રણ મહિનાથી યથાવત હોવાની વચ્ચે કાળજી રાખવી અત્યંત જરૂરી હોવાનું સ્પષ્ટ થયુ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર વચ્ચે ખર્ચની બાબત ચર્ચામાં છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા વહીવટી તંત્રના કર્મચારીને કોરોના થયા બાદ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આથી રજૂઆત આધારે બનાસકાંઠા કલેક્ટરે મદદરૂપ થવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં સરકારી ક્વોટાનો બેડ ફાળવવા વિનંતી કરી છે.

બનાસકાંઠા કલેક્ટર કચેરી હેઠળના દિયોદર સ્થિત નાયબ મામલતદાર ભરત કાનાબારને કોરોના પોઝિટીવ આવ્યો છે. આથી અમદાવાદની આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઇ રહ્યા છે. આ દરમ્યાન નાયબ મામલતદાર કે તેમના પરિવારે કલેક્ટરને રજૂઆત કરી ખર્ચમાં મદદરૂપ થવા વિનંતી કરી હતી. આથી બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારને પત્ર લખી MOU આધારે ખાનગી હોસ્પિટલમાં AMC ક્વોટાનો બેડ ફાળવવા કહ્યુ છે.

બનાસકાંઠા અને અમદાવાદ સહિત ગુજરાતભરની સરકારી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર ચાલુ છે. જેમાં અનેક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ રહ્યા હોઇ ખર્ચનો પ્રશ્ન આવે છે. ઘણાં દર્દીઓ સ્વેચ્છાએ અત્યાધુનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ઇચ્છતાં લાખોની રકમનો ખર્ચ આવી રહ્યો છે. બનાસકાંઠાના નાયબ મામલતદાર પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોઇ MOU આધારે ક્વોટા હેઠળ બેડ મેળવી ખર્ચમાં સહાય મેળવવા તલપાપડ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.