પશુપાલકોને આર્થિક સધ્ધર કરવા બનાસડેરીનું ઐતિહાસિક પગલુ અધધ…૧૬૫૦.૭૧ કરોડનો ભાવ વધારો અપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે ૫૪ મી વાર્ષિક સાધારણ સભા કેન્દ્રના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ. આ સાધારણ સભામાં જિલ્લાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. બનાસ ડેરીની સાધારણ સભાને લઈને પશુપાલકોમાં ભાવ ફેર કેવો મળશે તેને લઈને ઉત્સાહ હતો. જેને લઇ બનાસ ડેરીના ચેરમેને ૧૬૫૦ કરોડનો ૧૯.૧૨% જેટલો ભાવ વધારો
આપતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે.એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બનાસકાંઠાનું ગૌરવ છે. બનાસ ડેરીના ચેરમેને બનાસ ડેરીના છેલ્લા સાત વર્ષમાં થયેલા વિકાસ ગાથાનું પ્રેઝન્ટેશન કરી પશુપાલકોને બનાસ ડેરીના વિકાસથી અગત્ય કર્યા. જેમાં સૌથી મહત્વની બાબત બનાસ ડેરીનો ન માત્ર દૂધ ક્ષેત્રે પરંતુ ડેરીની જમીનથી લઈ ડેરીની સંપત્તિમાં થયેલા જંગી વધારાની જાણકારી પશુપાલકો આપી. વાર્ષિક સાધારણ સભાને સંબોધતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પશુપાલકોની અથાગ મહેનતથી આજે બનાસ ડેરી વિશ્વમાં અગ્રેસર બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન થકી પશુપાલકોએ જે ક્રાંતિ કરી છે. તેની
નોંધ વિશ્વ કક્ષાએ લેવાઇ રહી છે. બનાસકાંઠા વિશ્વમાં પહેલો એવો જિલ્લો હશે કે જેમાં દૈનિક ૩૦ કરોડ જેટલી રકમ માત્ર દૂધની ખેડૂતોના એકાઉન્ટમાં જમા થાય છે. આ સિદ્ધિ પશુપ ાલકો અને બનાસ ડેરીના કર્મયોગીના સમન્વયથી હાંસલ કરી શકાય છે. આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી બનાસ ડેરી પ્રગતિની દિશામાં ઉત્તરોત્તર વિકાસ કરી રહી છે. આજે બનાસ ડેરીના ઈતિહાસમાં ક્યારે ન અપાયો હોય તેટલો ૧૬૫૦ કરોડનો ભાવ વધારો આપી બનાસ ડેરીના નિયામક મંડળે પશુપાલકોને તેમની મહેનતનું યોગ્ય વળતર આપ્યું છે. બનાસ ડેરીની સાધારણ સભાનો ઉલ્લેખ દેશના લોકો સુધી હું પહોંચાડીશ ઃ રૂપાલા બનાસ ડેરીના સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાને કેન્દ્ર સરકારના ડેરી અને પશુપાલન મંત્રાલયના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે બનાસ ડેરીનો વિકાસ એ દેશ માટે રોલ મોડલ બન્યું છે. જે પ્રકારે બનાસના પશુપાલકોએ અથાગ મહેનત કરી દૂધ અને મધ બંનેમાં જે તિ સર્જી છે તે દેશના લોકો માટે પ્રેરણા છે. ડેરીની સાધારણ સભા ખુલ્લામાં યોજાઇ હોય અને તેમાં આટલી મોટી સંખ્યામાં લોકો જાેડાયા હોય તેવી આ સાધારણ સભાનો ઉલ્લેખ ન માત્ર રાજ્યમાં પરંતુ દેશના લોકો સુધી હું પહોંચાડીશ

બનાસ ફૂડલેન્ડ રેસ્ટોરન્ટ ચેઈન, પેકેજીંગ પ્લાન્ટ અને અમુલ પ્રો લાઇફ બટર મિલ્ક પેકિંગ લાઇનનો શુભારંભ
આ પ્રસંગે મંત્રીના હસ્તે અમૂલ ફૂડ ઝોનનું લોકાર્પણ, મધ પ્રોસેસીંગ પ્લાન્ટ, અમૂલ પ્રોફાઇલ બટરમિલ્ક અને બનાસ કોમ્યુનિટી રેડીયો મોબાઇલ એપનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકોનું ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. તેવી જ રીતે વધુ દૂધ સંપાદન કરનાર દૂધ મંડળીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતુ. બનાસ ડેરીના વાર્ષિક સાધારણ સભામાં મંત્રી, સંસદસભ્ય, ધારાસભ્ય સહિત ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરો, સહકારી આગેવાનો અને વિશાળ સંખ્યામાં પશુપાલક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.