કોરોના સંકટ સમયે બનાસડેરીનો માનવીય અભિગમ કર્મચારીઓને વધારાનો એક પગાર આપી કર્યા પ્રોત્સાહિત

ગુજરાત
ગુજરાત

સમગ્ર દેશ અને વિશ્વ જયારે કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે અને અનેક ખાનગી તેમજ અન્ય સંગઠનોએ પોતાના કર્મચારીઓના પગાર પણ કાપી લીધા છે તે સંજોગોમાં એશિયાની નંબરવન ડેરી બનાસડેરીએ તેના સમગ્ર કોરોના વોરિયર્સ કર્મચારીઓને એક પગાર વધારાનો આપીને માનવીય અભિગમ અપનાવ્યો છે.
બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર બનાસડેરીના કર્મચારીઓએ કોરોના સંકટમાં પણ સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં અને પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર કામ કરીને પશુપાલકોનું એકપણ દિવસનું દૂધ ઘેર રહેવા દીધું નથી પરિણામે બનાસડેરીએ તેના દૂધઉત્પાદકોને કોરોના મહામારીના આ ત્રણ મહિના દરમિયાન ૨૦૦૦ કરોડ રૂપિયાનું ચુકવણું કરી શકી છે. આમ, બનાસડેરીના કર્મચારીઓ, દૂધઉત્પાદકો અને વપરાશકર્તાઓ માટે કડીરૂપ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે કર્મચારીઓને વધારાનો એક પગાર ચૂકવતાં રૂપિયા ૧૧ કરોડ ૭ લાખ જેટલી રકમ બનાસડેરીના કર્મચારીઓને ફાળે જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.