બનાસ મેડિકલ કોલેજના છાત્રો હડતાળ પર: સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાળીયા છાત્રને માર માર્યાનો આક્ષેપ

બનાસકાંઠા
બનાસકાંઠા

છાત્રોની માંગણી ગેર વ્યાજબી : માર મરાયો હોવાના આક્ષેપોને રદિયો બનાસ મેડિકલ કોલેજના 150 થી વધુ વિદ્યાર્થીઓ સ્ટાઈપન્ડ વધારા સહિતની માગણીઓ સાથે ગઈ કાલ થી હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજ કેમ્પસમાં આજે પ્રવેશ અપાયો ન હતો. જ્યારે વિદ્યાર્થીઓને માર મારવાના આક્ષેપ પણ વિદ્યાર્થીઓ કર્યા છે. ત્યારે તમામ વિધાર્થીઓ કલેકટર ને રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યારે મેનેજમેન્ટ નું કહેવું છે કે, વિદ્યાર્થીઓની માગણી ગેર વ્યાજબી છે અને તેઓને મેનેજમેન્ટ દ્વારા માર મરાયો નથી.

બનાસ મેડિકલ કોલેજના 150 થી વધુ વિદ્યાર્થીઓ ગઈકાલથી જ હડતાલ પર ઉતરી ગયા છે. 18 હજાર સ્ટાઇપેન્ડ ની માગણી અને હોસ્ટેલની માગણી સાથે આ વિદ્યાર્થીઓ પોતાની ફરજથી અળગા રહી અને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આજે મોરિયા મેડિકલ કોલેજ ખાતે તેઓ કેમ્પસમાં પ્રવેશતા હતા. ત્યારે તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા અને સાથે સાથે કોલેજના મેનેજમેન્ટ દ્વારા માર મરાયા ના પણ આક્ષેપ કરાયા છે. હાલમાં વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ માસિક રૂ.12 હજાર રૂપિયા મળે છે અને વિદ્યાર્થીઓ સરકારી રાહે જે સરકારી કોલેજો માં રૂ.18 હજાર સ્ટાઈપન્ડ મળે છે તે રીતે રૂ.18 હજાર સ્ટાઇપેંડ ની માગણી કરી રહ્યા છે. સાથે સાથે હોસ્ટેલની પણ માંગ છે. અને આ વિદ્યાર્થીઓની માગણી ન સંતોષતા તેઓ હડતાલ પર છે. જ્યારે મેનેજમેન્ટ તેમનું સાંભળવા માટે તૈયાર નથી.જેને લઈને વિધાર્થીઓ કલેકટર કચેરી ખાતે પહોંચી કલેકટરને રજુઆત કરી હતી.

બનાસ મેડિકલ કોલેજ એક ખાનગી કોલેજ છે. ત્યારે ખાનગી કોલેજના ધારા ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓને રૂ. 12000 સ્ટાઇપેંડ ચૂકવાય છે. જોકે, સરકારી કોલેજોમાં ચૂકવાતું સ્ટાઇપેન્ડ ખાનગી કોલેજ ન આપી શકે તેવું મેનેજમેન્ટનું કહેવું છે. જો કે, હોસ્ટેલની માંગણી વ્યાજબી છે. અને તે માંગણી મેનેજમેન્ટે સ્વીકારી લીધી છે. જોકે, વિદ્યાર્થી ને માર મારવાના આક્ષેપને મેનેજમેન્ટે ફગાવી દીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.