ટેટોડા ગૌશાળામાં લમ્પી વાયરસ અટકાવવા બનાસ ડેરીની ઝુંબેશ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી ડીસા વિભાગના ડિરેક્ટર રામજીભાઈ ગુજાેર, વેટ-નરી ડોક્ટર પી. બી.પટેલ અને ડોક્ટર ઉદેશીંગ દ્વારા લંપી સ્કીન રોગ અટકાવવા માટેની કામગીરી શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે ,આ સાથે ડીસા તાલુકાની ગૌશાળાઓ અને છુટા ચરાવતા ગોવાળિયાઓના સંપર્ક કરી તેમની જરૂરિયાત અનુસાર સારવાર અને રસીકરણની કામગીરી પણ શરૂ કરેલ છે અને બનાસ ડેરી દ્વારા ડીસા તાલુકાની દૂધ મંડળીઓમાં ૫૬ હજાર ગાયોનું રસીકરણ ફકત ચાર જ દિવસમાં પુર્ણ કરેલ છે અને આવતા ૫ દિવસમાં આખા તાલુકામાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવામા આવશે. તેમાં અંદાજિત એક લાખ ઉપરનું રસીકરણ પૂર્ણ કરવામા આવશે. ટેટોડા ગૌશાળાના મહંત રામરતનજી બાપુ ગૌશાળાની ૫૬૦૦ ગાયોની સેવા કરી રહ્યા છે તેમાં લંપી રોગચાળો ન આવેતે માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને મચ્છરો ભગાડવા માટેનું ફોગિંગ મશીન વસાવી રોગનો અટકાવ કરી રહ્યા છે તેમના કહેવા મુજબસરકાર અને બનાસ ડેરીનો સંપૂર્ણસાથ સહકાર મળી રહ્યો છે જેમાં લંપી વાયરસથી પીડિત ૧૩૦ ગાયો હતી જે પૈકી ૫ ગાયો મૃત્યુ પામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.