ડીસામાં રામપુરાની શાળામાં અયોઘ્યા નગરીની ઝાંખી બનાવી રામ મહોત્સવ ઉજવાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાનું રામપુરા ગામ આજે રામમય બન્યું હતું. અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે રામપુરા ગામની શાળામાં આબેહૂબ અયોધ્યા નગરી તૈયાર કરી 2000થી પણ વધુ વિદ્યાર્થીઓએ સામૂહિક સુંદરકાંડ અને રામધુન બોલાવી રામ મહોત્સવ ઉજવ્યો હતો.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. જેને લઇ સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ડીસા તાલુકાના રામપુરા ગામે શ્રી કે.ડી મહંત શાળામાં રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંપૂર્ણ અયોધ્યા નગરીની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. જ્યાં ભગવાન શ્રી રામ, સીતા મૈયા, લક્ષ્મણ અને હનુમાનજી વનવાસથી પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.


આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ દ્વારપાલ, ઋષિમુનિ સહિતના પાત્રો ભજવ્યા હતા અને 2000થી પણ વધુ છાત્રએ એક સાથે સુંદરકાંડના પાઠ કરી રામધૂન બોલાવી હતી. રામાયણના પત્રોમાં સજ્જ થઈ હજારો બાળકોએ એકસાથે રામધૂન બોલાવી સુંદરકાંડનો પાઠ કરતા સમગ્ર ગામ રામમય બની ગયું હતું.આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રુપપૂરી મહારાજ, નિર્મલપુરી માતાજી, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર આઇ શેખ,ગ્રામ્ય મામલતદાર ડી.એસ દરજી, સરપંચ ગણપત ભીલડીયા,આચાર્ય કે.પી રાજપૂત સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.