પાલનપુરમાં પોલીસ જાપ્તામાંથી યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના મફતપુરા વિસ્તારની એક સગીર દેવીપૂજક સમાજની યુવતીને આજ વિસ્તારમાં રહેતો હર્ષ ધીરજ કુમાર પરમાર
નામનો યુવક ભગાડી ગયો હતો. જે મામલે યુવક વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ થયો  હતો. જાેકે બન્ને યુવક યુવતી ડીસાના ભોપાનગર વિસ્તારમાં હોવાનું માલુમ પડતા ડીસા રૂરલ પોલીસે આ બન્ને ને ઝડપી લઈ ડીસાની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે યુવતીને પાલનપુરના નારી સરક્ષણ ગૃહમાં મોકલી આપવા હુકમ કરતા જુનાડીસા આઉટ પોલીસ મથકના એએસઆઈ રાજેન્દ્રકુમાર બાબુલાલ મહિલા પોલીસ સહિતની ટીમ સામે યુવતી ને લઈ પાલનપુર નારી સરક્ષણ ગુહમાં આવ્યા હતા. દરમ્યાન નારી સરક્ષણ ગૃ
હ બહાર બેઠેલ યુવતી પક્ષ ના મહિલા-પુરુષના ટોળાએ પોલીસ પર હુમલો તેમજ ધક્કામુકી અને ઝપાઝપી કરી યુવતીને બળઝબરી પૂર્વક પકડી તેનુ અપહરણ કરવાનો પ્રયાસ કરતા મલો બીચક્યો હતો. ત્યારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસ કન્ટોલ રૂમમાં જાણ
કરવામાં આવતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને ટોળાને વિખેરી યુવતીને નારી સરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ હતી. પોલીસ
જાપ્તા માંથી યુવતીના અપહરણનો પ્રયાસ અને પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કરનાર ૨૫ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ટોળું બેકાબુ બનતા સ્થાનીક પોલીસની મદદ લેવાઈ
કોર્ટના હુકમથી યુવતીને પાલનપુરના નારી સંરક્ષણ ગૃહમાં મુકવા આવેલ પોલીસ ટીમ પર ટોળાએ ધક્કામુકી, ઝપાઝપી અને હુમલો કરી તેમજ પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કરી યુવતીનું બળજબરી પૂર્વક અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવતા બનાવ અંગે પોલીસ કન્ટ્રોલ રૂમ માં જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ દોડી આવી ટોળાને વિખેરી યુવતીનો કબ્જાે મેળવ્યો હતો. યુવતીને તેના જ વિસ્તારનો યુવક ભગાડી ગયો હતો પાલનપુરના મફતપુરામાં રહેતો હર્ષ ધીરજકુમાર પરમાર નામનો યુવક આ જ વિસ્તારમાં રહેતી દેવીપૂજક સમાજ ની પુખ્ત વયની યુવતીને ભગાડી ગયો હતો. જે મામેલ તેના વિરુદ્ધ અપહરણ નો ગુનો દાખલ થયો હતો. જે બનાવમાં યુવતી ને નારી ગૃહમાં મુકવા કોર્ટે હુકમ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.