ભીલડી સ્ટેટ બેન્ક નું એટી.એમ છેલ્લા ત્રણ મહિનાથી બંધ દિવાળી ના તહેવારો ની સીઝન મા લોકો ને ભારે હાલાકી
ભીલડી સ્ટેટ બેન્કનું એ ટી એમ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હાલતમાં છે. વર્તમાન સમયે દિવાળીના તહેવારોની સિઝનમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે એટીએમ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ડીસા તાલુકાનું ભીલડી 35 જેટલા ગામોનું સેન્ટર છે જ્યાં માર્કેટયાર્ડ, જૈનોનું યાત્રાધામ, ભીલડી રેલવે જંક્શન આવેલા છે. નેસનલ હાઇવે પસાર થાય છે. લોકોની ખરીદી માટે ભીડ જામતી હોય છે.
જોકે, ભીલડી સ્ટેટબેન્કનું એ.ટી.એમ છેલ્લા ત્રણમાસથી બંધ હાલતમાં હોવાથી લોકોને નાણાં ઉપાડવા માટે હાલાકી પડી રહી છે. આ અંગે ગ્રાહકોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતુ કે, એક બાજુ સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાનો વિકાસ કરે છે. બીજી તરફ નાના સેન્ટરોમાં એટીએમ બંધ પડ્યા છે. અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે એટીએમ સત્વરે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ અંગે ભીલડી સ્ટેટ બેંકના મેનેજરે જણાવ્યું હતુ કે, ટેક્નિકલ ખામીના કારણે એ.ટી.એમ બંધ છે. જેની ઉચ્ચકક્ષાએ જાણ કરવામાં આવી છે.