પાલનપુરમાં પાસપોર્ટ ઓફિસ ખાતે અરજદારોએ હોબાળો કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં પાલનપુર પાસપોર્ટ ઓફિસ ખાતે અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. ડોક્યુમેન્ટ ચકાસણી કરતા અધિકારી હાજર ના રહેતા 100 જેટલાં અરજદારો અટવાયા હતા. પાસપોર્ટના વેરિફિકેશન માટે આપેલી તારીખના કારણે અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. દૂર દૂરથી આવેલા અરજદારો ને ધક્કો પડતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.પાલનપુર પહેલા વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં હોબાળો થયો હતો. પાસપોર્ટ વિભાગના કર્મચારીઓની હડતાળને પગલે હોબાળો થયો હતો. મોટી સંખ્યામાં લોકો અટવાયા હતા. અચાનક કામગીરી બંધ કરી દેવાતા અરજદોરો રોષે ભરાયા હતા.આજકાલ દેશમાં ડિજિટલ ઈન્ડિયા યોજનાને જોતા સરકારે દરેક વસ્તુ ડિજિટલ કરી દીધી છે. હવે ઘરે બેસીને કામ આરામથી કરી શકાય છે. આજકાલ કોઈપણ કામ માટે 10 વખત ઓફિસના ચક્કર નથી કાપવા પડતા. હાલ પાસપોર્ટ બનાવવો પણ સરળ થઈ ગયો છે. સરકારે આ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. હવે પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસના ધક્કા પણ નથી ખાવા પડતા. તમે ઘરે બેસીને આસાનીથી ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો. જો તેમે પણ પાસપોર્ટ બનાવવા માંગતા હો તો આ સ્ટેપ્સ અપનાવી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.