દાંતીવાડા BSF કેમ્પસ ખાતે યુવાનોનું આર્મીમાં જોડાવાનું સપનું સાકાર થશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતના યુવાનો વિવિધ ફોર્સમાં જોડાઇને પોતાના સપના સાકાર કરી શકે તથા દેશની સેવા કરી શકે તે માટે યુવાનોને ભરતી પૂર્વેની શારીરિક, માનસિક તેમજ લેખિત પરીક્ષાની ઘનિષ્ઠ તાલીમ આપવા માટે જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા દર વર્ષે નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કુલ- 6 બેચમાં તાલીમનું આયોજન કરાયું છે. પ્રત્યેક બેચમાં 30 યુવાનો લેખે 180 યુવાનોને સઘન તાલીમ આપી સજ્જ કરાશે. તાજેતરમાં લેવાયેલ અગ્નિવીર પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની પ્રથમ બેચની તાલીમ હાલ દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ચાલી રહી છે. જેમાં યુવાનોને શારીરિક તાલીમ તથા સિલેબસ મુજબ ગણિત અને રીઝનીંગની શિખવવામાં આવે છે. બે ટાઇમ ભોજન, નાસ્તો, એક જોડી ટ્રેક શુટ અને સ્પોર્ટસ શુઝ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક યુવાનને રોજના 100 રૂપિયા લેખે એક મહિનાનું રૂ. 3000 સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે. પ્રત્યેક બેચ દીઠ રૂ. 12,000 ની સ્ટેશનરી વસાવીને તેમના વાંચન માટે મુકવામાં આવે છે.

દાંતીવાડા BSF 93 બટાલિયનના સેકન્ડ ઇન કમાન્ડ ઓફિસર બી. એન. લોહાનીએ જણાવ્યું કે, બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારના યુવાનો સૈન્યમાં જોડાઇને દેશ સેવા કરવા માટે આગળ આવે અને તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે યુવાનોને તાલીમ આપવાનું કામ ગુજરાત સરકારશ્રીના સહયોગથી BSF દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે યુવાનો સૈનિકો બનીને મા ભોમની રક્ષા કરવા માગે છે એમને BSF દ્વારા પ્રિ- રિક્રુમેન્ટ ટ્રેનીંગ આપવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા 3 જુલાઇથી 1 લી ઓગષ્ટ સુધી પ્રથમ બેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલીમાર્થીઓને હાલ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ યુવાનોને BSF, CISF, ARMY, પેરામિલેટરી ફોર્સ અને પોલીસ ભરતીમાં મદદરૂપ બનશે. તેમણે કહ્યું કે, ટ્રેનિંગની સાથે સાથે આ તાલીમાર્થી યુવાનોની રહેવા- જમવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. આ તાલીમ મેળવનાર યુવાનને રોજના 100 રૂપિયા લેખે એક મહિનાનું રૂ. 3000 સ્ટાઇપેન્ડ પણ અપાય છે. શારીરિક રીતે સશક્ત અને શિક્ષિત યુવાનો માટે આ યોજના ખુબ આશીર્વાદરૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું. કોઇપણ વ્યક્તિને શ્રેષ્ઠ નાગરિક બનાવવામાં આ તાલીમ ખુબ મહત્વની ભૂમિકા ભજવશે.આ તાલીમ લઇ રહેલા ડીસા તાલુકાના બાઇવાડા ગામના વતની અનિલભાઇ રાવલ અને રાહુલ માજીરાણાએ જણાવ્યું કે, ઇન્ડીયન આર્મીમાં જોડાવું એ અમારું સપનું છે. આ સપનાને સાકાર કરવા મહેનત કરીને અમે અગ્નીવીરની લેખિત પરીક્ષા પાસ કરી છે અને હવે શારીરિક કસોટીની તૈયારી માટે રોજગાર વિભાગ દ્વારા આયોજીત 30 દિવસની નિવાસી તાલીમમાં જોડાયા છીએ. અહીં BSFના જવાનો દ્વારા અમને દોડ, દંડ અને તમામ પ્રકારનું માર્ગદર્શન આપીને ખુબ સરસ તાલીમ આપવામાં આવી રહી છે.જેનાથી અમારું આર્મીમાં જોડાવાનું સપનું સાકાર થશે. સરકાર દ્વારા આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જેનાથી વધુમાં વધુ ગુજરાતીઓ આર્મીમાં ભરતી થઇને દેશ સેવામાં જોડાઇ શકશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.