ભોરોલ હિંગળાજ ગૌશાળામાં ગાયોને લાડુનુ ભોજન આપ્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

હિંગળાજ ગૌસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ગામના સેવાભાવી યુવાનો દ્વારા ગતરોજ સાંજે રૂ.50,000ના ખર્ચે તૈયાર કરીને ગૌશાળાની ગાયો તેમજ રખડતી ગાયો માટે આયુર્વેદિક લાડુ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2500 જેટલા લાડુ બનાવવામાં આવ્યા હતા. આ આયુર્વેદિક લાડુ ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.આ આયોજનમાં હિંગળાજ ગૌશાળાના ટ્રસ્ટી પ્રમુખ દેવીદાનજી ગઢવી, ગણેશાજી વણોલ, ડોક્ટર હરસેંગાજી, ચૌહાણ રામજીભાઈ, પટેલ દોલાભાઈ, પ્રભુભાઈ માજીરાણા, ગઢવી ભરતદાનજી, ગઢવી જબરદાનજી, ઘોઘોળ રૂપાભાઈ, ભૂંગોર માધાભાઇ, સોલંકી દુદાજી, પઢિયાર રામજીભાઈ, ગોહિલ રાણાજી, હેમરાજભાઈ માળવી, હેમરાજભાઈ તરક, દરજી શામજીભાઈ, સોની હસમુખભાઈ, ચૌહાણ કાનાભાઈ, દેસાઈ ઠાકરશીભાઈ, દેસાઈ ખોડાભાઇ, દેસાઈ છગનભાઈ, વ્યાસ ભરતભાઈ, ગોહિલ ભરતભાઈ અને કરડ મેઘાભાઈ વગેરેએ દ્વારા લાડુ બનાવીને ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.કરડ મેઘાભાઇ કાળાભાઈ દ્વારા મફતમાં લાડુ બનાવી આપવામાં આવ્યા અને સુથાર બાબુભાઈ તેમજ સુથાર મોતીભાઈ દ્વારા ગૌશાળાના સેડના ઉડી ગયેલા પતરા મજૂરી લીધા વગર નાખી આપવામાં આવ્યા હતા. આયોજનની વિશેષ જહેમત ગોહિલ રાણાજી રૂડાજીએ ઉઠાવી હતી.ગુજરાતમાં આવા હજારો સાચા ગૌસેવકો અને ગૌશાળાઓ છે, પણ મોટી સંખ્યામાં ખોટા ધંધાદારી લોકો પણ ગૌસેવાના નામે પોતાની હાટડીઓ ચલાવી રહ્યા છે. તાજેતરમાં જ સિદ્ધપુરના નવાસણ ગામે એક પાંજરાપોળનો ગાયો પર અત્યાચાર ગુજારવાનો કિસ્સો સામે આવ્યો આવ્યો છે. તે ગૌશાળામાં ગાયોને ભૂખી રાખી અને તેના મોતની રાહ જોવાય છે. ગાય ભૂખી, તરસી તડપી તડપી પ્રાણ તજે એટલે આ પાપી લોકો એનુ ચામડુ ઉતારી અને વેચાણ કરીને ધન કમાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.