અંબાજી મંદિર ખાતે ભક્તો ધજા, માથે ગરબા લઇને પદયાત્રા કરીને દર્શન કરવા પહોંચ્યા
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં માઈભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે આજે ચૈત્રી પૂનમ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા અને ઘણા ભક્તો ગરબા લઈને મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા.
ચૈત્રી પૂનમે ભક્તો અંબાજી, બહુચરાજી પાવાગઢ ખાતે દર્શન કરવા મોટી સંખ્યામાં જતા હોય છે. ત્યારે આજે અંબાજી મંદિરમાં ચૈત્રી પૂનમના દિવસે વહેલી સવારથી જ ભક્તોની દર્શન માટે લાઈનો લાગી હતી. સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંબાજી મંદિરમાં રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે અંબાજી પગપાળા ચાલીને ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ચૈત્રી એકમથી ચૈત્રી પૂનમ સુધી ચૈત્રી પર્વ ઉજવાતો હોય છે. ત્યારે આજે અંબાજી મંદિરમાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શન માટે મોટી મોટી લાઈનો પણ મંદિર પરિસરમાં જોવા મળી હતી. ચાચર ચોકમાં માથે ગરબા લઇને ભકતોએ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને તેમની સાથે આવેલો નાનો બાળક માતાજીની આરતીમાં જોડાયા હતા.