માલગઢ ગામે મકાન પડી જતા મૃતક ચાર લાખની સહાય

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસાના માલગઢ ગામે આજથી ૬ મહિના પહેલા એક મકાન ધરાશાયી થયું હતું. જેથી આ મકાનમાં રહેતા ભરતભાઈ પઢિયાર તેમાં દટાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું. જેમાં ઘરના મોભી અને આધારભૂત યુવકનું મોત નિપજતા પરિવાર ઉપર આફત આવી પડી હતી પરંતુ આ ગરીબ પરિવારના દુઃખ માં સહભાગી થવા ગુજરાત સરકાર દ્વારા ગુરુવારે
તેમના પરિવારને ૪ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારી દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. આ મામલે સહાય મેળવનાર પરિવારે બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ જિલ્લા વહીવટી તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.