જિલ્લામાં નવા 12 પીઆઇ અને 28 એએસઆઈની નવી ફાળવણી સાથે 23 આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં પણ એએસઆઇ નિમાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યના ગૃહ વિભાગની શોધ યોજના અંતર્ગત પોલીસ વિભાગની ક્ષમતામાં વધારો કરવાનો નિર્ણય: બનાસકાંઠાના 12 પોલીસ સ્ટેશન પીઆઈ કક્ષામાં અપગ્રેડ થશે

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શોધ યોજના અમલમાં મુકવા સાથે પોલીસ વિભાગની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ 12 પોલીસ સ્ટેશનને પીએસઆઇ કક્ષામાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડેશન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં 12 નવા પીએસઆઇ અને 28 એએસઆઈની ફાળવણી કરવામાં આવશે.

રાજ્ય પોલીસ દળમાં ગૃહ વિભાગ દ્વારા ‘શોધ’ સ્ટ્રેનથિંગ ઓફ હ્યુમન રિસોર્સ ફોર ઓપરેશન્સ ( ડિટેક્શન એન્ડ હેન્ડલિંગ ઓફ લો એન્ડ ઓર્ડર)  યોજના અમલમાં મુકવા રાજ્યના કુલ 200 પોલીસ સ્ટેશનને પીએસઆઇ કક્ષામાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે.જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ભાભર, થરા,ગઢ, વડગામ, છાપી, પાંથાવાડા, દાંતીવાડા, ભીલડી, દાંતા, સુઈગામ અને શિહોરી પોલીસ સ્ટેશનને પીએસઆઇ કક્ષામાંથી અપગ્રેડ કરી પીઆઇ કક્ષાના કરવામાં આવશે.

આ ઉપરાંત શોધ યોજના અંતર્ગત રાજ્યમાં નવા કુલ 300 બીન હથીયારી પીઆઇ અને 280 બીન હથીયારી એએસઆઈની નિમણૂક કરાઇ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ 12 પીઆઇ અને 28 એએસઆઇની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા જે તે પોલીસ સ્ટેશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આવતી આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓનું પણ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં પણ બનાસકાંઠા જિલ્લાની 23 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓમાં એએસઆઈની નિમણૂક કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લો આંતર રાષ્ટ્રીય અને આંતર રાજ્ય સરહદ ધરાવે છે: વિસ્તારની દ્રષ્ટિએ મોટો બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાન સાથે આંતર રાષ્ટ્રીય અને રાજસ્થાન રાજ્ય સાથે આંતર રાજ્ય સરહદ ધરાવે છે. જે સરહદી રસ્તાઓથી અવારનવાર વિદેશી દારૂ સહિતના નશીલા પદાર્થો સાથે શકમંદ લોકોની હરફેરી થાય છે.વળી, જિલ્લાનો વિસ્તાર વધુ હોઈ અસામાજીક પ્રવૃતિઓ પણ ફાલી ફૂલી છે. પણ હવે પોલીસ વિભાગની ક્ષમતામાં વધારો થતાં અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સુધરશે.તેવો મત નાગરિકોએ વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.