આસેડા પાસે દૂધનું ટેન્કર અને ટ્રક પલટી

બનાસકાંઠા

રખેવાળ, આસેડા
લોકડાઉનમાં વાહન વ્યવહાર બંધ છે અને માત્ર આવશ્યક વાહનો જ દોડી રહ્યા છે તેમછતાં આયેદિન માર્ગ અકસ્માતના બનાવો સાંભળવા મળી રહ્યા છે ત્યારે

ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ આસેડા નજીકની ગોળાઇમાં સામસામે દૂધનું ટેન્કર અને પાટણ તરફથી આવતી ટ્રક ધડાકાભેર ટકરાઈને પલટી ખાઈ ગયા હતા. જેથી હાઇવે રોડ ઉપર ટેટી વેરાઈ ગઈ હતી. સદનસીબે જાનહાની ટળી ગઈ હતી પણ બન્ને વાહનને વ્યાપક નુકશાન થયું હતું. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા બાદમાં દોડી આવેલી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.