ઉત્તર ગુજરાતમાં વાદળો હટતાં વાતાવરણ સામન્ય થતાં ગરમી 3 ડિગ્રી સુધી વધી ગઈ

અરવલ્લી
અરવલ્લી

ઉત્તર ગુજરાતમાં બુધવારે મોડી સાંજ બાદ ભારે પવન વચ્ચે કડાકા-ભડાકા સાથે છુટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતા. જો કે, ગુરૂવાર સવારથી વાતાવરણ સામાન્ય થયું હતું.

જેને લઇ ગરમી 3 ડિગ્રી સુધી વધતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની પાર પહોંચ્યો હતો. કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. બપોરના સમયે જાહેર રસ્તાઓ સુમસામ પડ્યા હતા. જ્યારે સવાર અને સાંજના સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ થયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે ગરમીમાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.