૧૦ બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરતાં જ ‘આપે’ તૈયારી શરૂ કરી દીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૦ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરતા જ બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. ડીસામાં આપના કાર્યાલય ખાતે બેઠક યોજી આપના ઉમેદવાર વિજેતા બનશે તો
લોકોની પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા બાંહેધરી આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ ગુજરાતની ૧૮૨ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓના શ્રીગણેશ કરી દીધા છે. બનાસકાંઠાની દિયોદર બેઠક સહિત કુલ ૧૦ બેઠકો પર ઉમેદવારના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત બનાસકાંઠાના ડીસામાં પણ આમ આદમી પાર્ટીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. ડીસામાં આપના હોદ્દેદારોએ કાર્યાલય ખાતે બેઠક યોજી નિષ્પક્ષ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની વાત કરી હતી. તેમજ આવનારી ચૂંટણીમાં આપના ઉમેદવારો વિજેતા બનશે તો લોકોની પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી. આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડો. રમેશ પટેલે જણાવ્યું હતું કે ડીસા સહિત બનાસકાંઠાની નવો બેઠકો પર આમ આદમી પાર્ટી પાયાના કાર્યકર્તા  અને લોકોમાં દિલમાં રહેતા અનેજાતિવાદથી મુક્ત કાર્યકર્તાને ઉમેદવાર તરીકે ઉભા રાખશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.