મોદી પ્રધાનમંત્રી બનતાની સાથે જ ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરી જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિકાસ અને સુશાસનનાં ફળ દેશભરમાં છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી સરળતાથી અને પુરતા પ્રમાણમાં પહોંચી રહ્યાં છે. તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનતાની સાથે જ ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી ગુજરાતનીવિકાસયાત્રાને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી ‘‘ટીમ ગુજરાત’’વધુ તેજ રફતારથી આગળ વધારી રહી છે.

કરમાવદ તળાવ ભરવામાટે રૂ.૫૫૦ કરોડનીયોજના મંજૂર કરી

મંત્રીએ કહ્યું કે, વડગામ વિસ્તારમાં આવેલ કરમાવદ તળાવ ભરવા માટે ઘણાં લાંબા સમયથી આ વિસ્તારના ખેડુતો, પશુપાલકો અને ગ્રામજનો માંગણી કરી રહ્યા હતા તેને સહર્ષ સ્વીકારી કરમાવદ તળાવ ભરવા માટે રૂ.૫૫૦ કરોડની યોજના મંજૂર કરી છે.

બનાસકાંઠા જિલ્લો ૨૩.૬૦ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ

મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલન ક્ષેત્રમાં પણ વિક્રમજનક પ્રગતિ થઇ છે. દૂધ સંપાદનમાં બનાસડેરી સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાાને છે. બનાસકાંઠા જિલ્લો વર્ષ-૨૦૨૧-૨૨ માં ૨૩.૬૦ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની મહેનતથી સૂકા પ્રદેશમાં શ્વેતક્રાંતિ આવી છે.

શક્તિપીઠ અંબાજી આઝાદીના ૭૫ વર્ષ પછી રેલ્વે નેટવર્કથી જાેડવાનો ઐતિહાસિક ર્નિણય

મંત્રીએ બનાસકાંઠા જિલ્લાના વિકાસની વાત કરતા જણાવ્યું કે, આ જિલ્લામાં આવેલું શક્તિપીઠ અંબાજી આઝાદીના ૭૫ વર્ષ પછી પણ રેલ્વેની સુવિધાથી વંચિત હતું જેને રેલ્વે નેટવર્કથી જાેડવાનો ઐતિહાસિક ર્નિણય પ્રધાનમંત્રી શ્રનરેન્દ્રભાઇ મોદીએ લીધો છે. પી. એમ. ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે આકાર પામનાર તારંગા હિલથી અંબાજી અને આબુ રોડ સુધીની ૧૧૬.૬૫ કિ.મી. નવી રેલ્વે લાઇનને મંજૂરી આપવામા આવી છે. આ રેલ્વે લાઈનના નિર્માણથી અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલ્વે કનેક્ટિવિટીથી જાેડાશે તેમજ દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં અંબાજી પહોચવું વધુ સરળ બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.