વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર શપથ લેતાં અંબાજી ખાતે પણ જશ્નનો માહોલ જોવા મળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર શપથ ગ્રહણ કરી હતી. ત્યારે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ગઇકાલે સાંજે સાત 7.17 પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લીધા હતા. ત્યારે આ શપથ ગ્રહણ સમારોહમાં દેશ વિદેશથી અને દેશભરના અનેક જાણીતા નેતા અભિનેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં આવી પહોંચ્યા હતા. દેશના ઇતિહાસમાં બીજીવાર એવું બન્યું છે. ત્યારે કોઈ પાર્ટીના નેતા સતત ત્રીજીવાર શપથ ગ્રહણ કરી દેશનું સંચાલન કરશે. શપથ ગ્રહણ કરતા દેશમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કરતાં દેશ અને વિદેશમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પણ જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. અંબાજી ભાજપ મંડલ દ્વારા મોડી સાંજે ફટાકડા ફોડી અને મોડું મીઠું કરાવી આ ખુશીના ભાગીદાર બન્યા હતા. મોડી સાંજે અંબાજી ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પર ભેગા થઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાનની શપથ ગ્રહણ કરતાં અને ફરી એકવાર દેશને સશક્ત અને મજબૂતી આપતી સરકાર ચલાવશે તેને લઈને ખુશી વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.