ડીસા તાલુકામાં ઉકળાટ બાદ વરસાદ નુ આગમન

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં વરસાદના ત્રીજા રાઉન્ડ દરમિયાન ઠેર ઠેર છુટો છવાયો સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં બુધવારની મોડી સાંજે અચાનક વરસાદનું જોરદાર ઝાપટું પડતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી.છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય વરસાદ વચ્ચે ભારે ઉકળાટ અને બફારો અનુભવાતો હતો જેને કારણે પ્રજાજનો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે સાંજના સુમારે ડીસા તાલુકાના વડાવલ લોરવાડા કુપટ માલગઢ ડીસા ના કેટલાક ભાગોમાં વરસાદ નુ આગમન થતા અડધો કલાક થી વધુ સમય જોરદાર વરસાદ પડ્યો હતો જેને લઇ રસ્તાઓ પર પણ પાણી વહેવા લાગ્યું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી વરસાદના આગમન ને લઇ ખેડૂત વર્ગ પણ ખુશાલી વ્યાપી છે ખેતીના પાકો માટે વરસાદ ખુબ જ ઉપયોગી છે ડીસા શહેર સહિત તાલુકા અન્ય ભાગો કોરાધાકોર રહેવા પામ્યા છે વરસાદ થોડાક વિસ્તારોમાં વરસી જતાં અન્ય વિસ્તારના લોકોમાં નિરાશા વ્યાપી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.